બનાવ@મોરબીઃ નાની ઉંમરમાં પ્રેમી પંખીડાઓએ ડેમમાં કૂદી આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક મોરબીના ઝીકીયારી ગામ નજીકના ધોડાધ્રોઈ ડેમમાં યુવક અને યુવતી ડૂબ્યાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે ફાયર ટીમ રેસ્ક્યુ કરે તે પૂર્વે જ યુવક અને યુવતીના મોત થયા હતા તો મૃતક સગીરા લક્ષ્મીબેન મનસુખભાઈ સતાલીયા (ઉ.વ.15) અને નીલેશ મોહન સોલંકી
 
બનાવ@મોરબીઃ નાની ઉંમરમાં પ્રેમી પંખીડાઓએ ડેમમાં કૂદી આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

મોરબીના ઝીકીયારી ગામ નજીકના ધોડાધ્રોઈ ડેમમાં યુવક અને યુવતી ડૂબ્યાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે ફાયર ટીમ રેસ્ક્યુ કરે તે પૂર્વે જ યુવક અને યુવતીના મોત થયા હતા તો મૃતક સગીરા લક્ષ્મીબેન મનસુખભાઈ સતાલીયા (ઉ.વ.15) અને નીલેશ મોહન સોલંકી (ઉ.વ.19) બંને જીકીયારીના રહેવાસી હોવાની માહિતી મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બંને મૃતદેહ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી પ્રેમપ્રકરણ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી અને પ્રેમી પંખીડાએ સાથે ડેમમાં કૂદી મોતને વ્હાલું કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ આર.બી. વ્યાસ ચલાવી રહ્યા છે. જેમાં ફાયર ટીમના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, પેથાભાઈ, દિનેશ પડાયા,વસંત પરમાર, હિતેશ દવે સહિતની ટીમે રેક્સ્યું હાથ ધર્યું હતું. જોકે બંનેને બહાર કઢાય તે પૂર્વ જ મોત થયા હતા તો ઝીકીયારી ગામમાં બે આપઘાતના બનાવથી ચકચાર મચી હતી.

મોરબી પોલીસ પરિવાર દ્વારા સહાયઆત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું જેમાં મોરબી એસપી એસ.આર.ઓડેદરાએ મૃતક પોલીસમાં ઘરે જઈને માનવતાં મહેકાવી હતી અને પોલીસ કર્મીના પરિવારના સભ્યોને શાંતવના પાઠવી હતી.
ગુજરાતમાં સૌથી વધુ માનસિક તણાવ વાળી નોકરી પોલિસની ગણવામાં આવે છે તેમાં આ તણાવ તેના પરિવારના સભ્યો સુધી પણ પહોંચી જાય છે.જોકે, આવા તણાવ ના લીધે પોલીસકર્મીઓ દ્વારા આત્મહત્યા કરવાના બનાવોમાં એકંદરે વધારો જોવા મળ્યો છે, ત્યારે હળવદ તાલુકાના સાપકડાના અનિલભાઈ દાનાભાઈ ડાભી મોરબી જિલ્લા હેડ કવાટૅસ‌માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.