ઘટના@પાલનપુર: હોસ્પિટલની પાછળ તાજુ જન્મેલું નવજાત શિશુ મળ્યું

અટલ સમાચાર, પાલનપુર કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે પાલનપુરમાં અઘટિત ઘટના સામે આવી છે. જેમાં સિવીલ હોસ્પિટલની પાછળની ગલીમાં તાજુ જન્મેલું નવજાત શિશુ મળી આવ્યુ છે. આજે સવારે સોસાયટીના ગેટ આગળ ફેંકી દઇ અજાણ્યા લોકો ફરાર થઇ ગયા હતા. ઘટનાને લઇ સ્થાનિકો આવા નિર્દયી લોકો સામે ભારોભાર નારાજગી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. અટલ
 
ઘટના@પાલનપુર: હોસ્પિટલની પાછળ તાજુ જન્મેલું નવજાત શિશુ મળ્યું

અટલ સમાચાર, પાલનપુર

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે પાલનપુરમાં અઘટિત ઘટના સામે આવી છે. જેમાં સિવીલ હોસ્પિટલની પાછળની ગલીમાં તાજુ જન્મેલું નવજાત શિશુ મળી આવ્યુ છે. આજે સવારે સોસાયટીના ગેટ આગળ ફેંકી દઇ અજાણ્યા લોકો ફરાર થઇ ગયા હતા. ઘટનાને લઇ સ્થાનિકો આવા નિર્દયી લોકો સામે ભારોભાર નારાજગી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આજે નવજાત શિશુ મળી આવ્યાની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર સિવીલ હોસ્પિટલની પાછળની ગલીમાં આવેલ એક સોસાયટીના ગેટ આગળ કોઇ ઇસમો તાજુ જન્મેલુ નવજાત બાળક મુકી ફરાર થઇ ગયા હતા. બાળકને આવી ખરાબ હાલતમાં જોતાં રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.