ઘટના@પાલનપુર: નજીવી બાબતે મારામારી, સામસામે ફરીયાદમાં કુલ 4 ઇસમો આરોપી બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર શહેરમાં ગઇકાલે સાંજના સમયે નજીવી બાબતે મારામારી ઘટના સામે આવી છે. જેમાં સ્થાનિક મહિલાએ નોંધાવેલ ફરીયાદ મુજબ એક ઇસમે તેના ઘરે આવી બહેનના ગુમ થવાની વાત કરી ગાળાગાળી કરી લોખંડની પાઇપ વડે માર માર્યો હતો. આ તરફ સામેપક્ષે યુવકે નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓ આરોપીઓના ઘર આગળની નીકળતાં હોઇ ઇસમોએ
 
ઘટના@પાલનપુર: નજીવી બાબતે મારામારી, સામસામે ફરીયાદમાં કુલ 4 ઇસમો આરોપી બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર શહેરમાં ગઇકાલે સાંજના સમયે નજીવી બાબતે મારામારી ઘટના સામે આવી છે. જેમાં સ્થાનિક મહિલાએ નોંધાવેલ ફરીયાદ મુજબ એક ઇસમે તેના ઘરે આવી બહેનના ગુમ થવાની વાત કરી ગાળાગાળી કરી લોખંડની પાઇપ વડે માર માર્યો હતો. આ તરફ સામેપક્ષે યુવકે નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓ આરોપીઓના ઘર આગળની નીકળતાં હોઇ ઇસમોએ ગાળોબોલી લોખંડની પાઇપથી ફટકાર્યા હોવાનું લખાવ્યુ છે. આમ સામસામે ફરીયાદમાં કુલ 4 વ્યક્તિ આરોપી બન્યાં હોઇ પાલનપુર પુર્વ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ગઇકાલે સાંજે 2 પક્ષો વચ્ચે મારામારી થતાં સામાસામે ફરીયાદ નોંધાઇ છે. જેમાં શહેરના સીટીલાઇટ સિનેમા પાછળ રહેતાં જયશ્રીબેન કાનજીભાઇ પરમારે નોંધાવેલી ફરીયાદ મુજબ ગઇકાલે તેઓ ઘરે હોઇ અચાનક સાંજના સમયે જામપુરામાં રહેતો જયેશભાઇ પાનાભાઇ ચૌહાણ આવી ચડ્યો હતો. ઇસમે પોતાની બહેન ગુમ થઇ હોઇ તેમાં તમારો હાથ હોવાનું કહી મહિલા સાથે ગાળાગાળી કરી લોખંડની પાઇપથી અને ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે મહિલાએ બુમાબુમ કરતાં ઇસમ નાસી છુટ્યો હોઇ પાલનપુર પુર્વ પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ 323, 294(b), 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@પાલનપુર: નજીવી બાબતે મારામારી, સામસામે ફરીયાદમાં કુલ 4 ઇસમો આરોપી બન્યાં

આ તરફ શહેરના સીટીલાઇટ પાછળ જામપુરા વિસ્તારમાં રહેતાં જયેશભાઇ પાનાભાઇ ચૌહાણે નોંધાવેલી ફરીયાદ મુજબ ગઇકાલે તેઓ લક્ષ્મણભાઇના ઘર આગળથી નીકળતાં હતા. આ દરમ્યાન લક્ષ્મણભાઇ ગાળો બોલતાં હોઇ ગાળો બોલવાની ના પાડતાં લક્ષ્મણભાઇ, લવજીભાઇ અને મહેશભાઇ સહિતના લોખંડની પાઇપ લઇને જયેશભાઇ પર તુટી પડ્યા હતા. આ સાથે ઇસમોએ જતાં-જતાં યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી ત્રણેય સામે પાલનપુર પુર્વ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ત્રણેય ઇસમ સામે આઇપીસી કલમ 323, 294(b), 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@પાલનપુર: નજીવી બાબતે મારામારી, સામસામે ફરીયાદમાં કુલ 4 ઇસમો આરોપી બન્યાં