ઘટના@પાલનપુર: ભેંસ જોવાની આડમાં મારવા પહોંચ્યાં, અચાનક ફાયરિંગ કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર તાલુકાના ગામે જૂની અદાવતમાં બદલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેંસ જોવાની વાત કરી અજાણ્યા ઈસમો ઇરાદાપૂર્વકના સ્થળે દોડી ગયા હતા. ત્યાં અચાનક જાનથી મારવાના આશયથી ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાથી ચોંકી ગયેલા રહીશે ગોળી ચલાવનાર વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. સટ્ટાની લેવડદેવડમાં ફાયરિંગની ઘટનાથી ગભરાયા
 
ઘટના@પાલનપુર: ભેંસ જોવાની આડમાં મારવા પહોંચ્યાં, અચાનક ફાયરિંગ કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે જૂની અદાવતમાં બદલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેંસ જોવાની વાત કરી અજાણ્યા ઈસમો ઇરાદાપૂર્વકના સ્થળે દોડી ગયા હતા. ત્યાં અચાનક જાનથી મારવાના આશયથી ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાથી ચોંકી ગયેલા રહીશે ગોળી ચલાવનાર વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. સટ્ટાની લેવડદેવડમાં ફાયરિંગની ઘટનાથી ગભરાયા બાદ પિડીતે સારવાર અર્થે ગયા સાથે ગુનો નોંધાવ્યો છે. ઘટનાને પગલે પાલનપુર તાલુકા પોલીસે એક ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@પાલનપુર: ભેંસ જોવાની આડમાં મારવા પહોંચ્યાં, અચાનક ફાયરિંગ કરી ફરાર

બનાસકાંઠા જિલ્લાના ભાગળ ગામ ખાતે સટ્ટામાં પૈસાની લેતીદેતીમા ફાયરિંગ થયાનું સામે આવી છે. જૂના ઝઘડામાં બબાલ થતાં મામલો ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. આ દરમ્યાન બદલો લેવાના ઈરાદે મોટો કારસો રચાયો હતો. જેમાં ઇનોવા કારમાં આવેલા 4 શખ્સોએ ફાયરિંગ કરતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગતરાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે ઘરે સુવાની તૈયારી કરતા ઈસમને ધ્રાસકો પડ્યો છે. ગામમાં પાનનો ગલ્લો ધરાવતાં મોહમંદભાઇને મોબાઇલ નંબર ઉપર મોહંમદભાઇને ફોન આવ્યો હતો. જેમાં કોઇ માણસો પાલનપુરથી આવેલા છે અને ભેંસો બાબતે મળવા આવ્યાનું જણાવ્યું હતું. જેથી તેઓને ઘરે મોકલવા વાત કરી ઘરથી બહાર નીકળી આ લોકોની રાહ જોતા હતા. તેવામાં અચાનક એક ઇનોવા કાર ઘર આગળ આવી ઉભી રહી હતી. ઇનોવા કારમાંથી એક માણસ નીચે ઉતરી ભેંસો બાબતે વાત કરવા જણાવ્યું હતું. આ દરમિયાન ગાડીમાંથી ઉતરેલ ત્રણ શખ્સો પૈકી એક શખ્સે પિસ્તોલ તાકી ફાયરિંગ કરતા ફરિયાદીને ડાબા પગે ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે અજાણ્યા ત્રણ શખ્સો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંઘાવી છે. આ સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે ઇસમો સામે આપીસી કલમ 307.506(2),120(B), અને જી.પી.એ કલમ 135, હથીયાર ઘારો અઘીનીયમ 25(1-b) (a) મુજબ ગુનો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે.