ઘટના@પાલનપુરઃ નજીવી બાબતે ઇસમોએ યુવાન પર છરીથી હુમલો કર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ એક વ્યક્તિ ઉપર છરી અને લોખંડ વોશીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ફરીયાદીએ આપેલ ઉછીના પૈસા પાછા માંગવા જતાં, તુ અમારી પાસે કઇ પૈસા માંગતો નથી. તો કેમ ઉઘરાણી કરવા આવે છે ? તેવું કહી ફરીયાદી પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત
 
ઘટના@પાલનપુરઃ નજીવી બાબતે ઇસમોએ યુવાન પર છરીથી હુમલો કર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ એક વ્યક્તિ ઉપર છરી અને લોખંડ વોશીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ફરીયાદીએ આપેલ ઉછીના પૈસા પાછા માંગવા જતાં, તુ અમારી પાસે કઇ પૈસા માંગતો નથી. તો કેમ ઉઘરાણી કરવા આવે છે ? તેવું કહી ફરીયાદી પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. સમગ્ર મામલે બે ઇસમો સામે ગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દલવાડા ગામે ઇસમોએ એક વ્યક્તિ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકાના દલવાડા ગામે રહેતાં ભરતજી પુનાજી ઠાકોર (ડાભી) મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલ બપોરના દોઢેક વાગ્યાના સુમારે ફરીયાદી તેમના ગામના બચુજી મેવાજી ઠાકોરના ખેતરે ઉછીના આપેલ પૈસા માંગવા જતાં બચુજી તથા કનુજી રહે-ઉંબરી તા-કાંકરેજ હાજર હોઇ અને કહેવા લાગેલ કે, તુ અમારી પાસે કઇ પૈસા માંગતો નથી. તો કેમ ઉઘરાણી કરવા આવે છે ? તેમ કહી બન્ને જણા જેમ તેમ માં-બેન સામે ભુંડી ગાળો બોલવા લાગેલ જેથી ભરતજીએ ગાળો શું કામ બોલો છો તેમ કહેતાં આ બન્ને જણાં ઉશ્કેરાઇ જઇ બચુજી મેવાજી ઠાકોરના હાથમાંની છરી ભરતજીને જમણા હાથના બાવડા પાસે મારેલ અને કનુજીએ તેના હાથમાંની લોખંડની વોશીથી હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમોએ ઉશ્કેરાઇ જઇ છરી અને લોખંડની વોશી વડે ભરતજી ઠાકોર પર હુમલો કર્યો હતો. જેમાં લોહી આવતા અને જમીન ઉપર પડી જતાં આ બન્ને જણા ભાગી ગયેલ અને ત્યાર પછી ફરીયાદીના ભાઇ શ્રવણજી તથા તેમના બનેવી લવજીજી ઠાકોરે ભરતજીને ચંડીસર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ સમગ્ર મામલે ગઢ પોલીસે બંન્ને ઇસમો સામે આઇપીસી 324, 294 (b) અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.