ઘટના@પાલનપુર: લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયો, યુવક વિરૂધ્ધ પોક્સો મુજબ ગુનો

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર શહેરની સગીરાને એક યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરા ગત 25 ઓક્ટોબરે દૂધ લેવા ગયા બાદ પરત નહીં ફરતાં પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. જે બાદમાં શંકાના આધારે શહેરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં યુવકના ઘરે તપાસ કરતાં તે
 
ઘટના@પાલનપુર: લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયો, યુવક વિરૂધ્ધ પોક્સો મુજબ ગુનો

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર શહેરની સગીરાને એક યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરા ગત 25 ઓક્ટોબરે દૂધ લેવા ગયા બાદ પરત નહીં ફરતાં પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. જે બાદમાં શંકાના આધારે શહેરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં યુવકના ઘરે તપાસ કરતાં તે પણ હાજર નહિ મળતાં પરિવારે યુવક સામે ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ પાલનપુર પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી એક યુવક ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. સગીરાની માતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ ગત 25 ઓક્ટોબરે તેમની પુત્રી(ઉ.વ.17 વર્ષ 4 માસ) દૂધ લેવા દુકાને ગઇ હતી. જે બાદમાં તે પરત નહીં આવતાં પરિવારે તપાસ કરી હતી. જોકે ભારે શોધખોળને અંતે તે નહીં મળતાં શંકાના આધારે ઢુંઢીયાવાડીમાં રહેતાં ગેગો ઉર્ફે ભુરીયો બળવંતજી ના ઘરે તપાસ કરતાં તે પણ હાજર મળી આવ્યો ન હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉ ઢુંઢીયાવાડીમાં રહેતાં ગેગો ઉર્ફે ભુરીયો બળવંતજી સગીરાને વારંવાર હેરાન કરતો હોવાનું પણ ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. જે આધારે સગીરાની માતાએ તેના ઘરે પણ તપાસ કરતાં તે હાજર નહીં મળતાં પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપી યુવકે ફરીયાદીની દીકરી સગીરા હોવાનું જાણતો હોવા છતાં ફોસલાવી લગ્ન કરવા અને જારકર્મ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હોવાની ફરીયાદ લખાવી છે. પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 363, 366 મુજબ અને પોક્સો એક્ટની કલમ 18 ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

ગેગો ઉર્ફે ભુરીયો બળવંતજી , ઢુંઢીયાવાડી, પાલનપુર