બનાવ@પાલનપુર: પાલિકાના કાર્યક્રમમાં જ ચીફ ઓફીસરને મંચ પર સ્થાન નહીં, વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના કહેર વચ્ચે આજે પાલનપુર ખાતે પાલિકાના વિવિધ યોજનાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે કાર્યક્રમમાં પાલિકાના ચીફ ઓફીસરને જ સ્ટેજ ઉપર સ્થાન નહીં મળતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. પાલનપુર પાલિકાના કાર્યક્રમમાં ભાજપના આગેવાનો સહિતનાને સ્ટેજ પર સ્થાન મળ્યાં બાદ ખુદ પાલિકાના જ ચીફ ઓફીસરને સ્થાન નહીં મળતાં તેઓ કાર્યક્રમ દરમ્યાન
 
બનાવ@પાલનપુર: પાલિકાના કાર્યક્રમમાં જ ચીફ ઓફીસરને મંચ પર સ્થાન નહીં, વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે આજે પાલનપુર ખાતે પાલિકાના વિવિધ યોજનાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે કાર્યક્રમમાં પાલિકાના ચીફ ઓફીસરને જ સ્ટેજ ઉપર સ્થાન નહીં મળતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. પાલનપુર પાલિકાના કાર્યક્રમમાં ભાજપના આગેવાનો સહિતનાને સ્ટેજ પર સ્થાન મળ્યાં બાદ ખુદ પાલિકાના જ ચીફ ઓફીસરને સ્થાન નહીં મળતાં તેઓ કાર્યક્રમ દરમ્યાન સામાન્ય માણસની જેમ ઉભા રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આજે પાલિકાના વિવિધ યોજનાના 6 કરોડ 80 લાખના 113 કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર નગરપાલિકાનો આ કાર્યક્રમ શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં જીલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્ટેજ પર તમામ ભાજપના પદાધિકારીઓએ સ્થાન મેળવ્યું હતું. જોકે પાલિકાના જ ચીફ ઓફીસરને સ્ટેજ પર જગ્યા નહીં મળતાં સામાન્ય માણસની જેમ ઉભા રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાલિકાના ચીફ ઓફીસરને સ્ટેજ પર જગ્યા નથી મળી તે બાબતે ભાજપના કોઇ આગેવાન કે પાલિકાના અધિકારીઓને નોંધ સુધ્ધાં લીધી ન હતી. હાલ તો પાલિકાના જ કાર્યક્રમમાં ચીફ ઓફીસરને સ્ટેજ પર જગ્યા નહીં મળતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે પાલિકાના ચીફ ઓફીસરે જણાવ્યું હતુ કે, મને ખુરશી કરતાં પ્રજાના વિકાસના કામોમાં વધુ ખુશી મળે છે.