ઘટના@પંચમહાલ: મહિલા દિવસે જ પુત્ર સાથે આત્મહત્યા કરવા પહોંચેલી માતાને બચાવી લેવાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ રાજ્યમાં એક મહિલાને આત્મહત્યા કરતાં બચાવી લેવાઈ હતી. પંચમહાલ જીલ્લામાં પુત્ર સાથે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરવા જતાં મહિલાને અટકાવીને પૂછતાં ચોકાવનારૂં કારણ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, મહિલાના પતિને જેલમાં પુરાવનાર વ્યક્તિએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. મહિલા જ્યારે ફરિયાદ પાછી
 
ઘટના@પંચમહાલ: મહિલા દિવસે જ પુત્ર સાથે આત્મહત્યા કરવા પહોંચેલી માતાને બચાવી લેવાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ રાજ્યમાં એક મહિલાને આત્મહત્યા કરતાં બચાવી લેવાઈ હતી. પંચમહાલ જીલ્લામાં પુત્ર સાથે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરવા જતાં મહિલાને અટકાવીને પૂછતાં ચોકાવનારૂં કારણ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, મહિલાના પતિને જેલમાં પુરાવનાર વ્યક્તિએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. મહિલા જ્યારે ફરિયાદ પાછી ખેંચવા માટે આજીજી કરવા પહોંચી હતી ત્યારે ફરિયાદીએ તેની સાથે અંગતપળો માંણવાની માંગણી કરી હોવાનો મહિલાએ આક્ષેપ લાગાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલ જીલ્લાના હાલોલમાં વિશ્વ મહિલા દિવસે જ એક મહિલા પોતાના 16 વર્ષના દીકરા સાથે હાલોલ તળાવમાં આપઘાત કરવા માટે પહોંચી હતી. આ દરમ્યાન તળાવ પાસે ઊભેલા એક વ્યક્તિની નજર મહિલા પર પડતા તેણે મહિલાને આપઘાત કરતા અટકાવી હતી. જે બાદમાં વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરવા માટે જઈ રહેલી મહિલાનો પતિ જેલમાં હોવાનું સામે આવ્યું છે. મહિલાની પૂછપરછમાં આવી પણ વિગતો ખુલી છે કે મહિલાના પતિને જે વ્યક્તિએ જેલમાં પુરાવ્યો હતો તેણે મહિલા પાસે અભદ્ર માગણી કરી હતી. જે બાદમાં મહિલાને લાગી આવતા પુત્ર સાથે આપઘાત કરવા માટે દોડી આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાના પતિ વિરૂદ્ધ ટ્રક વેચાણના પૈસાની લેતીદેતી મામલે કલમ 138 મુજબ ફરિયાદ થઈ હતી. આ કેસમાં ગુના મુજબ સજા કાપી રહેલો પતિ કોર્ટ મુદ્દત હોવાથી હાલોલ કોર્ટમાં આવ્યો હતો. જ્યાં મહિલા પતિને મળવા પહોંચી હતી. મહિલાના આત્મહત્યાના પ્રયાસ બાદ સમગ્ર મામલો હાલોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે મહિલા પાસે અભદ્ર માંગણી કરનાર ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.