ઘટના@પંચમહાલ: તંત્રએ અટકાવ્યાં 2 બાળલગ્ન, સગીર વરરજા સાથે જાન પરત ફરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે પંચમહાલમાં તંત્ર દ્રારા બે બાળલગ્ન અટકાવવામાં આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. આ તરફ બાળલગ્ન અટકવાતાં સગીર વરરાજા સાથેની જાન પરત ફરી હતી. માંડવામાં લગ્નની વિધિ દરમ્યાન અચાનક તંત્રએ પહોંચીને બે બાળલગ્ન અટકાવ્યા છે. જે બાદમાં બંને પરિવારોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા
 
ઘટના@પંચમહાલ: તંત્રએ અટકાવ્યાં 2 બાળલગ્ન, સગીર વરરજા સાથે જાન પરત ફરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે પંચમહાલમાં તંત્ર દ્રારા બે બાળલગ્ન અટકાવવામાં આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. આ તરફ બાળલગ્ન અટકવાતાં સગીર વરરાજા સાથેની જાન પરત ફરી હતી. માંડવામાં લગ્નની વિધિ દરમ્યાન અચાનક તંત્રએ પહોંચીને બે બાળલગ્ન અટકાવ્યા છે. જે બાદમાં બંને પરિવારોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બે બાળલગ્નો થતા અટકાવ્યા છે. સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ લખારાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે કાલોલ તાલુકાના ચલાલી મુકામે યોજાઈ રહેલા લગ્ન બાળલગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ પોલીસને સાથે રાખીને ટીમ ચલાલી ખાતે પહોંચી ગઈ હતી. આ દરમ્યાન ટીમે તપાસ કરતાં વરરાજાની ઉંમર 17 વર્ષ હોવાનું જણાયુ હતું. એવી જ રીતે ઘોઘમ્બા તાલુકાના બોર ગામે યોજાઈ રહેલા લગ્ન પણ બાળલગ્ન હોવા અંગેની જાણ સમાજ સુરક્ષા વિભાગને થઈ હતી. જે આધારે સમાજ સુરક્ષા ટીમે ત્યાં જઈને તપાસ કરતા વર અને કન્યા બંનેની ઉંમર અનુક્રમે 16 અને 17 વર્ષ હોવાનું જણાયું હતું. જેથી સમાજ સુરક્ષા વિભાગ ટીમે લગ્ન અટકાવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તંત્રએ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે સાથે બંને પક્ષોએ વર 21 વર્ષનો થાય અને કન્યા 18 વર્ષના થાય પછી જ લગ્ન કરાવવાનું કહ્યું હતુ. આમ જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસોથી બે બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે.