ઘટના@પાટણ: વહેલી સવારે ખેતરમાં પાણીની બાબતે ખેડૂતને માર મારતાં ફરીયાદ

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ તાલુકાના ગામે ખેતરમાં પાણીનું પાળીયું તોડી નાંખવાનું કહેતાં ખેડૂતને માર મરાયો હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલે સવારે કેનાલ ઉપર મશીન ચાલુ કરી ઘઉંના ખેતરમાં પાણી ચાલુ હતુ. આ દરમ્યાન ફરીયાદીએ ગામના ઇસમોએ પાણીનું પાળીયું કેમ તોડ્યું તે બાબતે પુછતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ તેમની પર લાકડી વડે હુમલો કરી
 
ઘટના@પાટણ: વહેલી સવારે ખેતરમાં પાણીની બાબતે ખેડૂતને માર મારતાં ફરીયાદ

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ તાલુકાના ગામે ખેતરમાં પાણીનું પાળીયું તોડી નાંખવાનું કહેતાં ખેડૂતને માર મરાયો હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલે સવારે કેનાલ ઉપર મશીન ચાલુ કરી ઘઉંના ખેતરમાં પાણી ચાલુ હતુ. આ દરમ્યાન ફરીયાદીએ ગામના ઇસમોએ પાણીનું પાળીયું કેમ તોડ્યું તે બાબતે પુછતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ તેમની પર લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જેથી ફરીયાદીનો દીકરો વચ્ચે પડતાં આ ઇસમોએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ છે. ઘટના બાદ ઇજાગ્રસ્ત ખેડૂતને ધારપુર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના ડેર ગામે રંગાજી કેશાજી રવાજી પરિવાર સાથે રહી ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે સવારે તેમનો દીકરો મુકેશજી કેનાલ ઉપર મશીન ચાલુ કરીને ઘઉં પાતો હતો. આ દરમયાન ગામના ઠાકોર વિષ્ણુજી પોપટજીએ આવી ઘઉંના પાણીનું પાળીયું ફાડી નાંખતાં ફરીયાદીએ તેમને આ બાબતે પુછતાં વિષ્ણજી ઉશ્કેરાઇ ગયા હતા. જે બાદમાં વિષ્ણુજીએ ધોકો લઇ ફરીયાદીને નાક ઉપર, ઠાકોર બાબુજી અને ઠાકોર વિનાજીએ જમણા ખભા ઉપર લાકડી મારી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખેતરમાં પાણીનું પાળીયું તોડવાની નજીવી બાબતે ફરીયાદી પર હુમલો થતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ દરમ્યાન તેમનો પુત્ર વચ્ચે પડતાં ત્રણેય ઇસમોએ જતાં જતાં કહેલ કે, હવે કેનાલનું પાણી ઘઉં પાવા સારૂ વાળશો તો તમોને જાનથી મારી નાખીશું. આ તરફ ઇજાગ્રસ્ત રંગાજીને તાત્કાલિક ધારપુર હોસ્પિટલ લઇ ગયા બાદ તેમને ત્રણેય ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. બાલીસણા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 323, 506(2), 114 અને જીપીએની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. વિનાજી બાબુજી ઠાકોર, ગામ-ડેર, તા.જી.પાટણ
  2. બાબુજી મગનજી ઠાકોર, ગામ-ડેર, તા.જી.પાટણ
  3. વિષ્ણુજી પોપટજી ઠાકોર, ગામ-ડેર, તા.જી.પાટણ