ઘટના@પાટણ: વાસી ઉત્તરાયણે ગામમાં રહેતો યુવક સગીરાને ફોસલાવીને ભગાડી જતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ,પાટણ પાટણ તાલુકાના એક ગામમાંથી યુવક 16 વર્ષની સગીરાને ભગાડી જવાનો કીસ્સો સામે આવ્યો છે. યુવકે અન્ય ત્રણ ઈસમોનો સાથ લઈને આ ગુન્હો આચર્યો હોવાની શંકા આધારે સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવી છે. સગીરાના પીતાએ વાસી ઉત્તરાયણે તેમની દિકરી ગુમ થયાની ફરીયાદ પાટણ પોલીસ મથકે આપતાં આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
 
ઘટના@પાટણ: વાસી ઉત્તરાયણે ગામમાં રહેતો યુવક સગીરાને ફોસલાવીને ભગાડી જતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ,પાટણ

પાટણ તાલુકાના એક ગામમાંથી યુવક 16 વર્ષની સગીરાને ભગાડી જવાનો કીસ્સો સામે આવ્યો છે. યુવકે અન્ય ત્રણ ઈસમોનો સાથ લઈને આ ગુન્હો આચર્યો હોવાની શંકા આધારે સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવી છે. સગીરાના પીતાએ વાસી ઉત્તરાયણે તેમની દિકરી ગુમ થયાની ફરીયાદ પાટણ પોલીસ મથકે આપતાં આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના એક ગામેથી વાસી ઉત્તરાયણે છેલ્લાં કેટલાંક સમયથી ગામમાં રહેતો યુવક સગીરાને ભગાડી ગયાની ઘટના સામે આવી છે. મૂળ પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ખલીપુર ગામનો અરવિંદજી ઠાકોર નામનો યુવક સગીરાના ગામમાં છેલ્લા 7 મહિનાથી રહેતો હતો. આ દરમ્યાન તે સગીરાને ફોસલાવીને તા.15/01/2021ના રોજ ભગાડીને લઈ ગયો હતો. આ તરફ પરિવારે બેબાકળાં બની સગીરાની શોધખોળ હાથ ધરતાં તે મળી આવી ન હતી. તપાસ દરમ્યાન આરોપી યુવકે અન્ય ત્રણ વ્યક્તિના સહકારથી આ ગુન્હો આચર્યો હોવાની શંકા સામે આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તપાસ વચ્ચે આરોપી યુવક સગીરા સાથે થરાના અણદપુર ગામે હોવાનું સામે આવતાં પરિવારે તપાસ કરી હતી. જોકે ત્યાં પણ આરોપી યુવક અને સગીરા નહીં મળતાં પરિવાર ભાંગી પડ્યો હતો. ઘટનાને લઇ સગીરાના પિતાએ યુવક વિરૂધ્ધ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પાટણ તાલુકા પોલીસે આરોપી અરવિંદજી ઠાકોર વિરૂધ્ધ આઈપીસી કલમ 363 મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.