ઘટના@પાટણ: મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ ઓફીસમાં તોડફોડ કરી

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે ગત મોડીરાત્રે પાટણ શહેરમાં બે જૂથો વચ્ચે બબાલના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા ઘણા સમયથી એક જ કોમના લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાથી ગઇકાલે રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલાને શાંત પાડ્યો હતો. બનાવને પગલે આ
 
ઘટના@પાટણ: મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ ઓફીસમાં તોડફોડ કરી

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે ગત મોડીરાત્રે પાટણ શહેરમાં બે જૂથો વચ્ચે બબાલના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા ઘણા સમયથી એક જ કોમના લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાથી ગઇકાલે રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલાને શાંત પાડ્યો હતો. બનાવને પગલે આ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@પાટણ: મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ ઓફીસમાં તોડફોડ કરી

પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલના દ્રશ્યો સર્જાયા છે. એક જ કોમના બે જૂથ વચ્ચે કોઇ કારણસર છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો. જે બાદમાં ગઇકાલે મોડી રાત્રે ટાંકવાડા વિસ્તારમાં બે જૂથ સામસામે આવી ગયા હતા. જેમાં ટ્રસ્ટની ઓફિસમાં ટોળાએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યુ છે. આ તરફ ઘટનાને લઇ એ.ડિવિઝન પોલીસ, LCB, SOG સહીતની ટીમે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

ઘટના@પાટણ: મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ ઓફીસમાં તોડફોડ કરી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોઇ સંસ્થાના પ્રમુખ ઉપર કરેલ અરજીને લઇ તેમનાં સમર્થકોએ તોડફોડ કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. શહેરના ટાંકવાડામાં આવેલી એક ટ્રસ્ટની ઓફિસમાં તોડફોડ કરી ઓફિસનો સામાન રોડ પર ફેંકાયો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ તરફ હવે પોલીસ ફરીયાદ બાદ જ ઘટના પર પ્રકાશ પડી શકે છે.

ઘટના@પાટણ: મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ ઓફીસમાં તોડફોડ કરી