ઘટના@પાટણ: 2019માં થયો બળાત્કાર, કૌટુંબિક ઈસમ વિરુદ્ધ 2021માં ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ શહેરમાં બળાત્કારનો ખૂબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. બપોરે જમવા આપવાનું ગયેલી કૌટુંબિક ભાભીને પુત્રની હાજરીમાં ઈસમે બળાત્કારનો ભોગ બનાવી હતી. આ પછી ગભરાયેલી પરિણિતાએ ભારે હૈયે પરિવારને જાણ કરી હતી. આ પછી ફરીથી કૌટુંબિક ઈસમે ધાબા પર કપડાં સૂકવવા ગયેલ ભાભી ઉપર બળાત્કાર કર્યો હતો. આથી પરિણિતાએ
 
ઘટના@પાટણ: 2019માં થયો બળાત્કાર, કૌટુંબિક ઈસમ વિરુદ્ધ 2021માં ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ શહેરમાં બળાત્કારનો ખૂબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. બપોરે જમવા આપવાનું ગયેલી કૌટુંબિક ભાભીને પુત્રની હાજરીમાં ઈસમે બળાત્કારનો ભોગ બનાવી હતી. આ પછી ગભરાયેલી પરિણિતાએ ભારે હૈયે પરિવારને જાણ કરી હતી. આ પછી ફરીથી કૌટુંબિક ઈસમે ધાબા પર કપડાં સૂકવવા ગયેલ ભાભી ઉપર બળાત્કાર કર્યો હતો. આથી પરિણિતાએ આખરે તેના પરિવાર અને સમાજને જાણ કરતાં ગામ છોડવા કહેવાયું હતું. જોકે ઈસમે ગામ નહિ છોડતાં અને બંને પરિવાર વચ્ચે ઝઘડો ચાલું થતાં ફરિયાદ દાખલ થઈ છે. દિવસે 28 વર્ષની પરિણિતાએ દવા પીધા બાદ સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો છે. 2 વર્ષ બાદ પરિણિતાએ કૌટુંબિક ઈસમ વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે અરજી બાદ ગુનો દાખલ દાખલ કરાવ્યો છે.

ઘટના@પાટણ: 2019માં થયો બળાત્કાર, કૌટુંબિક ઈસમ વિરુદ્ધ 2021માં ફરિયાદ
File Photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરમાં પરિણિત મહિલા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પારિવારિક સંબંધ હોઇ કાકીસાસુના કહેવાથી મહિલા તેના દિયરને ઘેર જમવાનું આપવા ગઇ હતી. આ દરમ્યાન કોઈ ઘેર ન હોવાથી વિપુલ પટ્ટણીએ તેની ભાભીને રસોડામાં જ બાથમાં લીધી હતી. આ દરમ્યાન મહિલાનો પુત્ર પણ હોઇ વિપુલ પટ્ટણીએ તેને સાઇડ કરી ભાભી ઉપર બળાત્કાર કર્યો હતો. વર્ષ 2019 દરમ્યાનની આ ઘટના બાદ મહિલાએ તેના કુટુંબને જાણ કરતાં સૌ ચોંકી ગયા હતા. આ પછી ફરી એકવાર પિડીત મહિલા ધાબા ઉપર કપડાં સુકવવા ગઇ ત્યારે વિપુલ પ્રહલાદ પટ્ટણીએ દુષ્કર્મ આચર્યું હતુ. આથી પરિણિતાએ કુટુંબ દ્વારા સમાજને જાણ કરતાં આરોપી વિપુલને પાટણ બહાર જતાં રહેવા હુકમ કર્યો હતો. જોકે વિપુલ પટ્ટણી પાટણમાં જ રહીને વારંવાર પરેશાન કરતાં પરિણિતાએ ગત દિવસે દવા પી લીધી હતી.

ઘટના@પાટણ: 2019માં થયો બળાત્કાર, કૌટુંબિક ઈસમ વિરુદ્ધ 2021માં ફરિયાદ
File Photo

પરિણિતાએ દવા પી બહાર જતાં દરમ્યાન રસ્તામાં ઢળી પડી હતી. જ્યાંથી ખાનગી દવાખાને સારવાર લીધા બાદ ઘટનાક્રમમાં વળાંક આવ્યો છે. અચાનક વિપુલ પટ્ટણીના પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં મહિલાને ઘેર પૂછપરછ આવી હતી. જે બાદમાં પરિણિત મહિલાએ વર્ષ 2019માં બળાત્કાર કરનાર આરોપી વિપુલ પટ્ટણી વિરુદ્ધ 27/4/2021 ના રોજ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પાટણ બી ડીવીઝન પોલીસે આઇપીસી 376, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.