ઘટના@પોશીના: બાવળની ઝાડીઓમાંથી નવજાત બાળક મળ્યું, અજાણી મહિલા સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પોશીના પોશીના તાલુકાના ગામે આજે સવારે ખેતરમાંની નવજાત શિશુ મળી આવતાં હડકંપ મચી ગયો છે. વહેલી સવારે ગામના ખેડૂતને ખેતર નજીક નાના બાળકનો રડવાનો અવાજ આવતો હોઇ તપાસ કરતાં નવજાત બાળક મળી આવ્યુ હતુ. જે બાદમાં આસપાસના ખેડૂતોને બોલાવ્યા બાદ 108ને જાણ કરવામાં આવી હતી. આ સાથે નવજાત બાળકને હોસ્પિટલમાં લઇ
 
ઘટના@પોશીના: બાવળની ઝાડીઓમાંથી નવજાત બાળક મળ્યું, અજાણી મહિલા સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પોશીના

પોશીના તાલુકાના ગામે આજે સવારે ખેતરમાંની નવજાત શિશુ મળી આવતાં હડકંપ મચી ગયો છે. વહેલી સવારે ગામના ખેડૂતને ખેતર નજીક નાના બાળકનો રડવાનો અવાજ આવતો હોઇ તપાસ કરતાં નવજાત બાળક મળી આવ્યુ હતુ. જે બાદમાં આસપાસના ખેડૂતોને બોલાવ્યા બાદ 108ને જાણ કરવામાં આવી હતી. આ સાથે નવજાત બાળકને હોસ્પિટલમાં લઇ ગયા બાદ હાલ તેની હાલત સ્થિર હોવાનું સામે આવ્યુ છે. ઘટના બાદ ખેડૂતે અજાણી મહિલા સામે પોશીના પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના ગણવા(ઉદોત ફળો) ગામે નવજાત બાળક મળી આવ્યુ છે. ગામના દાંણીભાઇ સોમાભાઇ ધ્રાંગી આજે સવારે આઠ વાગ્યે પોતાના ખેતરમાં કામ કરતાં હતા. આ દરમ્યાન ખેતરની નજીક આવેલ બાવળની ઝાડીમાં નાનું બાળક રડતું હોવાનો અવાજ આવતો હોઇ તપાસ કરતાં ચોંકી ઉઠ્યાં હતા. ઝાડીમાં તાજુ જન્મેલ બાળક બિનવારસી હાલતમાં પડેલ હોઇ તાત્કાલિક આસપાસના ખેડૂતોને બોલાવી 108ને જાણ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 108ની ટીમ તાત્કાલિક નવજાત બાળકને લાંબડીયા સી.એચ.સી સેન્ટરમાં સારવાર અર્થે લઇ ગયા હતા. આ તરફ ડોક્ટરે પોલીસને જાણ કરવાનું કહેતાં ફરીયાદી પોલીસ સ્ટેશન આવી વિગતો જણાવી હતી. આ સાથે અજાણી મહિલા સામે પાપ છુપાવવા સારૂ બાળકને જન્મ આપી ખેતર નજીકની ઝાડીમાં મુકી ત્યજી દઇ ગુનો કર્યાની ફરીયાદ નોંધાવી છે. પોશીના પોલીસે અજાણી મહિલા સામે આઇપીસી કલમ 317 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.