ઘટનાઃ પાલનપુર-ડીસા હાઇવે પર બટાટા ભરેલી ટ્રકમાં આગ, ડ્રાઈવરનું મોત

અટલ સમાચાર, બનાસકાંઠા બનાસકાંઠામાં રોજ બરોજ કંઇકને કંઇકઘટના બનતી જોવા મળતી હોય છે. તેવામાં પાલનપુર-ડીસા હાઇવે પર બટાટા ભરેલી એક આઈસર ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગતા ટ્રકસળગી ઉઠી હતી. જેમાં ટ્રકના ડ્રાઈવરનું સળગી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બનસકાંઠા જીલ્લાના પાલનપુર – ડીસા હાઇવે
 
ઘટનાઃ પાલનપુર-ડીસા હાઇવે પર બટાટા ભરેલી ટ્રકમાં આગ, ડ્રાઈવરનું મોત

અટલ સમાચાર, બનાસકાંઠા

બનાસકાંઠામાં રોજ બરોજ કંઇકને કંઇકઘટના બનતી જોવા મળતી હોય છે. તેવામાં પાલનપુર-ડીસા હાઇવે પર બટાટા ભરેલી એક આઈસર ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગતા ટ્રકસળગી ઉઠી હતી. જેમાં ટ્રકના ડ્રાઈવરનું સળગી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

બનસકાંઠા જીલ્લાના પાલનપુર – ડીસા હાઇવે પર ચંડીસર ગામ નજીક ગત રાત્રે એક દુર્ઘટના ઘટી હતી. આ બનાવમાં ટ્રકમાં રહેલ બટાકાબળીને ખાખ થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં ટ્રકના ડ્રાઇવરનું કરૂણ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં આજુ બાજુના લોકો ઘટનાસ્થળેપહોંચ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આગ એટલી બધી ભયાનક ટ્રકમાં લાગી હતી કે, ટ્રકના ડ્રાઇવરનું સળગી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ ગતરાત્રિના સમયે બન્યો હતો. બટાકા ભરેલી એક ટ્રક આઇસરમાં કોઇ કારણોસર આગ લાગતાં ટ્રક સળગી ઉઠી હતી. અને આ બનાવ હાઇવેઉપર બન્યો હોવાથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.