ઘટના@પ્રાંતિજ: કૌન બનેગા કરોડપતિમાં 25 લાખ જીત્યાનો મેસેજ આવ્યો, લાલચમાં યુવતિ છેતરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ પ્રાંતિજ પંથકની યુવતિ સાથે લાલચમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના બની છે. કેટલાક મહિના અગાઉ યુવતિના મોબાઇલ નંબર ઉપર મેસેજ આવ્યો હતો. કૌન બનેગા કરોડપતિમાં 25 લાખ રોકડ અને ગાડી જીત્યા હોવાનું જણાવતાં યુવતિ હરખમાં આવી ગઇ હતી. આથી મેસેજ આવેલ મોબાઇલ ઉપર સંપર્ક કરી લોટરીની રકમ મેળવવા સંબંધે વાત કરી
 
ઘટના@પ્રાંતિજ: કૌન બનેગા કરોડપતિમાં 25 લાખ જીત્યાનો મેસેજ આવ્યો, લાલચમાં યુવતિ છેતરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ

પ્રાંતિજ પંથકની યુવતિ સાથે લાલચમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના બની છે. કેટલાક મહિના અગાઉ યુવતિના મોબાઇલ નંબર ઉપર મેસેજ આવ્યો હતો. કૌન બનેગા કરોડપતિમાં 25 લાખ રોકડ અને ગાડી જીત્યા હોવાનું જણાવતાં યુવતિ હરખમાં આવી ગઇ હતી. આથી મેસેજ આવેલ મોબાઇલ ઉપર સંપર્ક કરી લોટરીની રકમ મેળવવા સંબંધે વાત કરી હતી. જેમાં સામેના ઈસમે તેનો પરિચય આપી ફાઇલ તૈયાર કરવા અને બેંક એકાઉન્ટ સહિતના કામે વિગતો મંગાવી હતી. જેથી યુવતિએ ડોક્યુમેન્ટ અને રકમ જમા કરાવી હતી. સામે વાળા ઈસમોએ જેમ કહ્યું તેમ યુવતિએ ટૂકડે ટૂકડે રકમ જમા કરાવી હતી. એક લાખથી વધુ રકમ ભર્યા બાદ સરેરાશ 8 મહિનાનો સમય વીતી જવા છતાં લોટરીની રકમ મળી નહોતી. આથી છેતર્યા હોવાનું જાણી યુવતિએ સમગ્ર વિગતો આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

    ઘટના@પ્રાંતિજ: કૌન બનેગા કરોડપતિમાં 25 લાખ જીત્યાનો મેસેજ આવ્યો, લાલચમાં યુવતિ છેતરાઇ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગેલેસરા ગામની પરિણિત યુવતિ સાથે છેતરપિંડીની મોટી ઘટના બની છે. જેમાં ગત જૂન 2020 દરમ્યાન પાર્વતિબેન પરમારના મોબાઇલ ઉપર લોટરીનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. કૌન બનેગા કરોડપતિમાં તમે 25 લાખ રોકડ અને ગાડી જીત્યા હોવાનો મેસેજ જોઈ યુવતિ પાર્વતિબેન અચંબામાં મૂકાઇ ગયા હતા. આથી મેસેજ આવેલ મોબાઇલ ફોન નંબર ઉપર પૂછતાં પરિચય આપી સામેના ઈસમે લોટરી આપવા કહ્યું હતું. જેમાં કેટલાક ડોક્યુમેન્ટ અને રકમ જમા કરાવવા કહ્યું હતું. યુવતિને અલગ અલગ વ્યક્તિ સાથે સંપર્ક કરાવી કુલ 3 ઈસમોએ અનેક બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી. યુવતિએ ગત 8 મહિના દરમ્યાન 25 લાખની લોટરી મેળવવા કુલ 1 લાખ 13 હજાર ભર્યા હતા. જોકે ખૂબ સમય વીતી જવા છતાં લોટરીના 25 લાખ કે ગાડી મળી નહોતી. કુલ 3 ઈસમોએ એકબીજાની મદદગારી કરી યુવતિ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી પ્રાંતિજની પરિણિત યુવતિ પાસેથી લાખોની રકમ પડાવી લીધી હતી. આથી યુવતિએ સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓનલાઇન મેસેજ મોકલી ફ્રોડ કર્યાની ખબર પડતાં જ યુવતિ ચોંકી ગઈ હતી. અમિતાભ બચ્ચનનો ફોટો અને મેસેજ આધારે હકીકતમાં લોટરી જીત્યા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ યુવતિએ માની લીધું હતું. જોકે લોટરીની લાલચ આપી છેતરપિંડીનુ ષડયંત્ર રચનાર ઈસમોએ તબક્કાવાર રકમ જમા કરાવતા યુવતિને આશંકા વધી હતી. આથી પાર્વતિબેન નામની મહિલાએ સમગ્ર ઘટનાક્રમને અંતે ઓનલાઇન ફ્રોડ કરનાર 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આથી પ્રાંતિજ પોલીસે ફરિયાદીના આરોપી મુન્નાભાઈ, મેનેજરની ઓળખ આપનાર ઈસમ અને રાણા પ્રતાપસિંગ સહિતના વિરુદ્ધ આઇપીસી 406, 420, 114 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.