ઘટના@પ્રાંતિજ: વેપારીને છેતરી 28,000 રોકડા લઇ અજાણ્યો ઇસમ ફરાર, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ પ્રાંતિજમાં અજાણ્યાં ઇસમે વેપારીને છેતરીને રૂ.28,000 મેળવી પલાયન થઇ જવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારે શહેરની એક હાર્ડવેરની દુકાનમાં એક વ્યક્તિએ પાઇપોની ખરીદી કરી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. જે બાદમાં મારે મજૂરોને પૈસા આપવાના હોઇ મારી પાસે મારા ઘરે 2000ના દરની નોટો પડી છે તો તમે મને 500ના દરની
 
ઘટના@પ્રાંતિજ: વેપારીને છેતરી 28,000 રોકડા લઇ અજાણ્યો ઇસમ ફરાર, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ

પ્રાંતિજમાં અજાણ્યાં ઇસમે વેપારીને છેતરીને રૂ.28,000 મેળવી પલાયન થઇ જવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારે શહેરની એક હાર્ડવેરની દુકાનમાં એક વ્યક્તિએ પાઇપોની ખરીદી કરી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. જે બાદમાં મારે મજૂરોને પૈસા આપવાના હોઇ મારી પાસે મારા ઘરે 2000ના દરની નોટો પડી છે તો તમે મને 500ના દરની નોટો આપો તેવું કહ્યુ હતુ. આ સાથે હું હાલ પૈસા લાવ્યો નથી તમે માણસને મોકલો તો હું મારા ઘરેથી તેમને પૈસા આપી દઉ કહી પૈસા મેળવી સાથે લઇ ગયેલા માણસને ઉતારી ભાગી છુટ્યો હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ વેપારીએ ફરાર અજાણ્યાં ઇસમ સામે પ્રાંતિજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં ધોળાદિવસે વેપારીને વાતોમાં ભોળવી અને વિશ્વાસ અપાવી 28,000ની છેતરપિંડી કરાઇ હોવાની ઘટના સામે આવી છે. શહેરના નિર્માણ કોમ્પલેક્ષમાં એ.એ.જાજવાલા નામની હાર્ડવેરની દુકાન ચલાવતાં મોહમંદશફી ગઇકાલે સવારે તેમની દુકાને હતા. આ દરમ્યાન એક 40થી 45 વર્ષનો ઇસમ મોઢા પર કપડું બાંધી અને ચશ્મા પહેરીને આવ્યો હતો. જ્યાં 2 ગાર્ડન પાઇપના રોલ લેવા છે તેમ કહી વેપારીને વિશ્વાસમાં લીધા હતા.

ઘટના@પ્રાંતિજ: વેપારીને છેતરી 28,000 રોકડા લઇ અજાણ્યો ઇસમ ફરાર, ગુનો દાખલ

ફરીયાદમાં નોંધાવેલ વિગતો મુજબ રોલની ખરીદી કરી ઇસમે કહેલ કે, મારી પાસે 2 હજારની 30-40 હજારની જેટલી નોટો પડેલી છે. મારે લેબરોને છુટા પૈસા આપવાના હોઇ તમો 500 રૂપિયાનો નોટો આપો. જેથી વેપારીને વિશ્વાસમાં લઇ 28,000 મેળવી કહેલ કે, હું હાલ પૈસા લાવ્યો ના હોઇ તમારા માણસને મારી સાથે મોકલી આપો તો મારી ઘરેથી પૈસા આપી દઉ છુ. જે બાદમાં પૈસા લઇ ઇસમ વેપારીના માણસ સાથે તેના ઘર તરફ ગયો હતો. જોકે પાંચેક મીનિટમાં દુકાનના માણસનો ફોન આવ્યો હતો કે, ઇસમ વ્યક્તિને અષ્ટવિનાયક બંગ્લોઝના નાકા પર ઉતારી બાઇક લઇ ભાગી ગયેલ છે.

ઘટના@પ્રાંતિજ: વેપારીને છેતરી 28,000 રોકડા લઇ અજાણ્યો ઇસમ ફરાર, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વેપારી પાસેથી રોકડ પૈસા મેળવી ઇસમ ભાગી છુટ્યો હોવાનો ફોન આવતાં વેપારી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા. જે બાદમાં તપાસ કરવા છતાં પણ તે અજાણ્યો ઇસમ નહીં મળતાં વેપારીને છેતરાયાનું ભાન થયુ હતુ. આ તરફ ઘટનાને લઇ શોધખોળ બાદ નહીં મળતાં અજાણ્યાં ઇસમ સામે પ્રાંતિજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર અજાણ્યાં ઇસમ સામે આઇપીસી કલમ 420, 406 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@પ્રાંતિજ: વેપારીને છેતરી 28,000 રોકડા લઇ અજાણ્યો ઇસમ ફરાર, ગુનો દાખલ
જાહેરાત