ઘટના@પ્રાંતિજ: પરીણિતા સાથે મારઝૂડ કરી દહેજની માંગણી, શિક્ષક પતિ સહિત 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ પ્રાંતિજ પંથકની પરીણિતાએ શિક્ષક પતિ, સાસુ, નણંદ અને નણંદોઇ સામે દહેજ માંગણી અને છેતરપિંડીની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. પંથકની યુવતિના બીજા લગ્ન શિક્ષક યુવક સાથે થયા બાદ તેના દાગીના સાસરીયાઓએ લઇ લીધા હતા. જે બાદમાં શ્રીમંતના પ્રસંગે તે દાગીના માંગતા પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતાં હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ
 
ઘટના@પ્રાંતિજ: પરીણિતા સાથે મારઝૂડ કરી દહેજની માંગણી, શિક્ષક પતિ સહિત 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ

પ્રાંતિજ પંથકની પરીણિતાએ શિક્ષક પતિ, સાસુ, નણંદ અને નણંદોઇ સામે દહેજ માંગણી અને છેતરપિંડીની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. પંથકની યુવતિના બીજા લગ્ન શિક્ષક યુવક સાથે થયા બાદ તેના દાગીના સાસરીયાઓએ લઇ લીધા હતા. જે બાદમાં શ્રીમંતના પ્રસંગે તે દાગીના માંગતા પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતાં હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ સાથે શિક્ષક પતિ પરીણીતા સાથે મારપીટ કરતો હોવાનુ અને તેના દાગીના લોકરમાં મુકવાના બહાને લઇ પરત નહી આપતાં છેતરપિંડી કરાઇ હોવાનું લખાવ્યું છે. જેને લઇ પ્રાંતિજ પોલીસે ચાર લોકોના નામજોગ ફરીયાદ દાખલ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમાજમાં ફેલાયેલ અનેક કુરીવાઝ પૈકી એક દહેજના પણ અનેક કેસો સામે આવતા રહેતા હોય છે. આ તરફ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પંથકની યુવતિના બીજા લગ્ન પ્રાંતિજ તાલુકાના અંબાવાડાના વતની અને શિક્ષક તરીકે મોડા (આડેસર) પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં સુભાષભાઈ નરસિંહભાઈ પટેલ સાથે 2018 માં થયા હતા. આ તરફ પરીણિતા લગ્ન બાદ પોતાના પિયરથી લાવેલા દાગીના તેના પતિ અને નણંદોઈએ બેન્કના લોકરમાં મુકવાના બહાને લઈ લીધા હતા. જોકે બાદમાં મહિલાના શ્રીમંતનો પ્રસંગ આવતાં તેને દાગીના પરત માંગતાં સાસરીયાઓ બહાના કરવા લાગ્યાં હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શ્રીમંતનો પ્રસંગ હોઇ પરીણિતાએ દાગીના માંગતા પતિ કહેવા લાગેલ કે, મને પૈસાની જરૂર હોઈ મેં દાગીના ગીરવે મુકી દીધા છે. જેથી તારે દાગીના પરત જોઈતાં હોય તો તારે પિયરમાંથી પૈસા લાવવા પડશે. એમ કહી પતિ સહીત સાસરીવાળા દહેજની માંગ કરતાં હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. ફરીયાદ મુજબ મહિલાના બીજા લગ્ન હોવાથી હાલ મહીલા તેના બાળકો સાથે તેના સાસરીયે એકલી જ રહે છે. આરોપીઓએ મહિલાની 2 સોનાની ચેઈન, 2 મંગળસુત્ર, ચાર વીંટી, 1 ડોકીયું, 7 બુટ્ટી, કડીઓ, પેંડલ, વાળીઓ, ચુડીઓ એમ આશરે કુલ 9 તોલાના સોનાના દાગીના તથા ચાંદીના સાંકડા અને કડાં પતિએ અન્ય પરીજનોની ચડામણીના કારણે ફોસલાવીને લઈ ગીરવે મુકી દહેજની માંગ કરતા મહિલાએ 4 પરીજનો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પ્રાંતિજ પોલીસે ચાર લોકોના નામજોગ આઇપીસી 498A, 406, 420, 323, 504, 114 અને દહેજ પ્રતિબંધક કલમ 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. સુભાષભાઈ નરશીંહભાઈ પટેલ, રહે-અંબાવાડા, તા.પ્રાતિંજ, જી-સાબરકાંઠા
  2. તારાબેન નરશીંહભાઈ પટેલ, રહે-અંબાવાડા, તા.પ્રાતિંજ, જી-સાબરકાંઠા
  3. અલ્પેશકુમાર શામળદાસ પટેલ, રહે-કાલીપુરા, તા.પ્રાતિંજ, જી-સાબરકાંઠા
  4. જાગીબેન અલ્પેશકુમાર પટેલ, રહે-કાલીપુરા, તા.પ્રાતિંજ, જી-સાબરકાંઠા