બનાવ@પ્રાંતિજ: રીક્ષા ઝાડ સાથે અથડાતાં 2 લોકો ઇજાગ્રસ્ત, યુવકનું સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ પ્રાંતિજ તાલુકાના ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલાં બે યુવકો પૈકી એકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે બપોરના સમયે અમદાવાદથી તલોદ જવા રીક્ષા નીકળેલાં બે યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં સામેથી વાહન રીક્ષા તરફ આવતાં રીક્ષા સાઇડમાં દબાવતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં રીક્ષા ઝાડ સાથે અથડાઇ હતી.
 
બનાવ@પ્રાંતિજ: રીક્ષા ઝાડ સાથે અથડાતાં 2 લોકો ઇજાગ્રસ્ત, યુવકનું સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ

પ્રાંતિજ તાલુકાના ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલાં બે યુવકો પૈકી એકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે બપોરના સમયે અમદાવાદથી તલોદ જવા રીક્ષા નીકળેલાં બે યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં સામેથી વાહન રીક્ષા તરફ આવતાં રીક્ષા સાઇડમાં દબાવતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં રીક્ષા ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં બંનેને ઇજાઓ પહોંચ્યાં બાદ એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના પુનાદરા અને દલાની મુવાડી વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડામાં મેમ્કો પ્રેમનગર ખાતે અનિલ વકીલની ચાલીમાં રહેતાં સુરેશભાઇ વજેસિંહ રાઠોડ અને નરેશભાઇ સોમાભાઇ સોલંકી રીક્ષા લઇને અમદાવાદથી તલોદ જઇ રહ્યા હતા. આ દરમ્યાન પુનાદરા અને દલાની મુવાડી વચ્ચે સામેથી વાહન આવતાં રીક્ષા સાઇડમાં દબાવી હતી. જોકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં રીક્ષા ઝાડ સાથે અથડાતાં બંને ઇજાગ્રસ્ત બન્યાં હતા.

બનાવ@પ્રાંતિજ: રીક્ષા ઝાડ સાથે અથડાતાં 2 લોકો ઇજાગ્રસ્ત, યુવકનું સારવાર વચ્ચે મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે બપોરે બનેલી ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે પ્રથમ સરકારી હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં ગંભીર ઇજાઓને કારણે સારવાર વચ્ચે સુરેશભાઇ વજેસિંહ રાઠોડનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના ભાઇએ રીક્ષાના ચાલક નરેશભાઇ સોમાભાઇ સોલંકી સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પ્રાંતિજ પોલીસે રીક્ષા ચાલક સામે આઇપીસી અને મોટર વાહન અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.