ઘટના@રાધનપુર: ધોળાદિવસે વેપારીના થેલાને ચેકો મારી 1.50 લાખની ચોરી, વીડિયો સામે આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુરમાં ધોળા દિવસે બે ઇસમો વેપારીના થેલાને ચેકો મારી 1.50 લાખની રોકડ ચોરી છૂમંતર થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારે સમીના વેપારી રાધનપુર ખરીદી કરવા આવ્યા હતા. જે બાદમાં તેઓ કલરની દુકાનમાં ખરીદી માટે જતાં બે ઇસમોએ તેમની પાછળ ઉભા રહીને થેલાને ચેકો મારી રોકડ રકમ ચોરી લીધી હતી.
 
ઘટના@રાધનપુર: ધોળાદિવસે વેપારીના થેલાને ચેકો મારી 1.50 લાખની ચોરી, વીડિયો સામે આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુરમાં ધોળા દિવસે બે ઇસમો વેપારીના થેલાને ચેકો મારી 1.50 લાખની રોકડ ચોરી છૂમંતર થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારે સમીના વેપારી રાધનપુર ખરીદી કરવા આવ્યા હતા. જે બાદમાં તેઓ કલરની દુકાનમાં ખરીદી માટે જતાં બે ઇસમોએ તેમની પાછળ ઉભા રહીને થેલાને ચેકો મારી રોકડ રકમ ચોરી લીધી હતી. જોકે ચોરીની આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. સમગ્ર મામલે વેપારીએ અજાણ્યાં ઇસમો સામે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુરમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સમી તાલુકાના બાબરીના હમીરભાઇ સેંઘાભાઇ ઠાકોર વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેઓ બેગમાંથી 2,30,000 લઇ રાધનપુર ખરીદી કરવા ગયા હતા. જ્યાં તેઓએ અન્ય વેપારીઓને બાકીના પૈસા આપ્યા બાદ તેમની પાસે થેલામાં 1,50,000 પડ્યા હતા. આ તરફ તેઓ જગદીશ સ્ટોર્સમાં કલર લેવા ગયા હતા. જોકે ત્યાં અન્ય બે ઇસમોએ ગ્રાહકના રૂપમાં તેમની પાછળ ઉભા રહી થેલાને ચેકો મારી રોકડ રકમ ચોરી લીધી હતી. જે બાદમાં વેપારીને ધ્યાને આવતાં દુકાનના સીસીટીવી તપાસતાં બે ઇસમો થેલાને ચેકો મારતાં દેખાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાધનપુરમાં ધોળાદિવસે ચોરીની ઘટના બાદ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવીમાં બે ઇસમો વેપારીની પાછળ ગ્રાહક બનીને ઉભા રહીને થેલાને ચેકો મારતાં દેખાઇ રહ્યા છે. સમગ્ર મામલે સમીના વેપારીએ રાધનપુર પોલીસ મથકે અજાણ્યાં બે ઇસમ સામે પોલીસે ફરીયાદ નોંધાવી છે. રાધનપુર પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 379, 379A(3), 34 મુજબ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@રાધનપુર: ધોળાદિવસે વેપારીના થેલાને ચેકો મારી 1.50 લાખની ચોરી, વીડિયો સામે આવ્યો