બનાવ@રાધનપુર: વહેલી સવારે ડેરીના મંત્રીને માર મારી ધમકી આપી, પુર્વ ચેરમેન સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુર તાલુકાના ગામે ડેરીના મંત્રીને ગડદાપાટુનો માર મારી પુર્વ ચેરમેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે મંત્રી ડેરી ખોલવા જતાં પુર્વ ચેરમેને કહેલ કે, તાળું ખોલતાં નહી. જેથી મંત્રીએ કહેલ કે, ગામના લોકો દૂધ ભરાવવા ક્યાં જશે ? જેથી પૂર્વ ચેરેમેન કહેલ કે,
 
બનાવ@રાધનપુર: વહેલી સવારે ડેરીના મંત્રીને માર મારી ધમકી આપી, પુર્વ ચેરમેન સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુર તાલુકાના ગામે ડેરીના મંત્રીને ગડદાપાટુનો માર મારી પુર્વ ચેરમેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે મંત્રી ડેરી ખોલવા જતાં પુર્વ ચેરમેને કહેલ કે, તાળું ખોલતાં નહી. જેથી મંત્રીએ કહેલ કે, ગામના લોકો દૂધ ભરાવવા ક્યાં જશે ? જેથી પૂર્વ ચેરેમેન કહેલ કે, અગાઉ મને ચેરમેન તરીકેથી કાઢી તઓમે અન્યને ચેરમેન બનાવ્યા છે. તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ માં-બેન સામે ભુંડી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ છે. જેને લઇ રાધનપુર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના સબ્દલપુરા ગામની ડેરીના મંત્રીને પુર્વ ચેરમેને માર મારી ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે ડેરીના મંત્રી સેંધાભાઇ ભરવાડ ડેરી ખોલવા જતાં હતા. આ દરમ્યાન ગામના ભરવાડ કચરાભાઇ ડેરી આગળ આવી ને કહેલ કે, તુ આ ડેરી ખોલતો નહીં. જેથી ફરીયાદીએ કહેલ કે, ડેરી નહીં ખોલું તો ગામના લોકો દૂધ ભરાવવા ક્યાં જશે. આ તરફ આરોપી ભરવાડ કચરાભાઇ એકદમ ઉશ્કેરાઇ વઇ ગાળાગાળી કરી મારામારી કરી હતી. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ ફરીયાદમાં લખાવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીએ મંત્રીને કહેલ કે, હું પહેલાં ચેરમેન હતો જે બાદમાં તમોએ અન્યને ચેરમેન બનાવ્યા છે. જેથી ફરીયાદી મંત્રીએ કહેલ કે, મેં તેમને ચેરમેન તરીકે રાખેલ નથી. જેને લઇ પુર્વ ચેરમેને ઉશ્કેરાઇ જઇ માં-બેન સામે ગાળાગાળી કરી લાકડી વડે નીચે પાડી દઇ ગડદાપાટુનો માર માર્યો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ તરફ મંત્રીએ બુમાબુમ કરતાં સ્થાનિકો આવી જતાં વધુ મારમાંથી છોડાવતાં પુર્વ ચેરમેને જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને લઇ રાધનપુર પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 294(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

આરોપીનું નામ

  • કચરાભાઇ માલુભાઇ ભરવાડ, ગામ-સબ્દલપુરા, તા.રાધનપુર, જી.પાટણ