ઘટના@રાધનપુર: ગોડાઉનમાં માલ મુકવાને લઇ મારામારી, સામસામે ફરીયાદમાં 4 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુરમાં ગોડાઉનમાં માલ મુકવાને લઇ કુટુંબીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ગોડાઉનમાં માલ મુકવાને લઇ પ્રથમ બોલાચાલી બાદ ગડદાપાટુનો માર મારવાની ઘટના બની હતી. જે બાદમાં કુટુંબીજનોએ એકબીજાની વિરૂધ્ધમાં સામસામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં બંનેએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ લખાવ્યુ છે. સમગ્ર
 
ઘટના@રાધનપુર: ગોડાઉનમાં માલ મુકવાને લઇ મારામારી, સામસામે ફરીયાદમાં 4 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુરમાં ગોડાઉનમાં માલ મુકવાને લઇ કુટુંબીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ગોડાઉનમાં માલ મુકવાને લઇ પ્રથમ બોલાચાલી બાદ ગડદાપાટુનો માર મારવાની ઘટના બની હતી. જે બાદમાં કુટુંબીજનોએ એકબીજાની વિરૂધ્ધમાં સામસામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં બંનેએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ લખાવ્યુ છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસે કુલ 4 ઇસમો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ઘરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુરમાં નજીવી બાબતે મારામારીની ઘટનામાં સામસામે ફરીયાદ નોંધાઇ છે. શહેરના હવેલીવાસમાં રહેતાં મહંમદ અશરફ મેમણે નોંધાવેલી ફરીયાદ અનુસાર આજે સવારે તેઓ પોતાની બિલ્ડીંગ મટીરીયલની દુકાનની પાછળના ગોડાઉને હાજર હતા. આ દરમ્યાન તેમના કુટુંબી વસીમ મેમણ અને યુસુફ મેમણ આવી ચડ્યા હતા. જ્યાં તેઓએ ગાળાગાળી કરી ગોડાઉનમાંથી માલ હટાવી લેવાનું કહ્યુ હતુ. જે બાદમા ફરીયાદી અને તેમના ભાઇ ઇરફાનભાઇને ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદમાં સ્થાનિકો આવી જતાં ઇસમોએ જતાં જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે મહંમદ અશરફ મેમણે બે ઇસમ સામે આઇપીસી કલમ 323, 504, 294(b), 506(2), 114 મુજબ ગુનો નોંધવતાં રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@રાધનપુર: ગોડાઉનમાં માલ મુકવાને લઇ મારામારી, સામસામે ફરીયાદમાં 4 આરોપી

આ તરફ સામાપક્ષે મહંમદવસીમ મેમણે નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓ આજે સવારે ગોડાઉન પર હાજર હતા. આ દરમ્યાન તેમના કુટુંબી ભાઇ મહંમદ અશરફ મેમણે તેમનો માલ ફરીયાદીના હિસ્સામાં મુક્યો હોઇ હટાવી લેવા કહ્યુ હતુ. જેથી મહંમદ અશરફ અને ઇરફાન મેમણે ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી હતી. આ સાથે ઇરફાન મેમણે મહંમદવસીમને પેટના ભાગે ડાબી બાજુ બચકુ ભર્યુ હતુ. આ તરફ સ્થાનિકો આવી જતાં ઇસમોએ જતાં-જતાં ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે મહંમદવસીમે બે ઇસમ સામે આઇપીસી કલમ 323, 504, 294(b), 506(2), 114 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

ઘટના@રાધનપુર: ગોડાઉનમાં માલ મુકવાને લઇ મારામારી, સામસામે ફરીયાદમાં 4 આરોપી