ઘટના@રાધનપુર: નજીવી બાબતે ઇસમો પરિવાર પર લાકડી લઇ તુટી પડ્યાં, 10 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુર તાલુકાના ગામે જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે એક પરિવારના સભ્યો પર ગામના જ કેટલાંક ઇસમો લાકડી સહિતના હથિયારો લઇ તુટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગામની ડેરીએ દૂધ ભરાવવાની લાઇનમાં ઉભા રહેવાની લઇ બોલાચાલી થયા બાદ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે
 
ઘટના@રાધનપુર: નજીવી બાબતે ઇસમો પરિવાર પર લાકડી લઇ તુટી પડ્યાં, 10 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુર તાલુકાના ગામે જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે એક પરિવારના સભ્યો પર ગામના જ કેટલાંક ઇસમો લાકડી સહિતના હથિયારો લઇ તુટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગામની ડેરીએ દૂધ ભરાવવાની લાઇનમાં ઉભા રહેવાની લઇ બોલાચાલી થયા બાદ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક યુવકે કુલ 10 લોકોના નામજોગ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના દેહગામ ગામે પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજના સમયે ગામના ભીલ નવઘણભાઇ પ્રતાપભાઇ ડેરીએ દૂધ ભરાવવા ગયા બાદ લાઇનમાં ઉભા રહેવા બાબતે મલેક અનવરખાન સુવાદખાન સાથે બોલાચાલી થઇ હતી. જે બાદમાં રાત્રે મલેક અનવરખાન સુવાદખાન, મલેક સોરાબખાન રસુલખાન, મલેક જાહીદખાન મહેબુબખાન, મલેક હમીરખાન કેશરખાન, મલેક સુવાદખાન કેશરખાન, મલેક ઇસુભા કેશરખાન, મલેક અયાજખાન ઇસબખાન, મલેક રસુલખાન કેશરખાન, મલેક નિઝામખાન સુવાદખાન અને યાસિનખાન રહીમખાન સહિતના લાકડીઓ લઇ ફરીયાદીના ઘરે આવી ચડ્યા હતા.

ઘટના@રાધનપુર: નજીવી બાબતે ઇસમો પરિવાર પર લાકડી લઇ તુટી પડ્યાં, 10 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દૂધ ભરાવવાની લાઇનમાં ઉભા રહેવાની થયેલા બોલાચાલીની અદાવત રાખી પરિવાર પર હુમલો કરવામાં આવતાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. ઘટનાને લઇ તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાધનપુર સરકારી દવાખાને ખસેડાયા હતા. ફરીયાદ મુજબ ઇસમોએ ફરીયાદી યુવક સહિતના પરિવારને લાકડી અને પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ સાથે જતાં-જતાં જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ રાધનપુર 10 લોકોના નામજોગ આઇપીસી 323, 324, 504, 506(2), 294(b), 337, 143, 147, 148, 149 જીપીએ 135 અને અનુસુચિત જાતિ અને અનુ.જન.જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(r), 3(1)(s),3(2)(v) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.