બનાવ@રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 5 દર્દીઓનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવમાં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા
 
બનાવ@રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 5 દર્દીઓનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવમાં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ થવાના કારણે લાગ્યો હતો. જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી પ્રિયંક સિંગ, રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી રાજકોટ ના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના નેતાઓ ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

સૂત્રોએ જ્ણાવ્યું હતુ કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ઉદય કોવિડ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે જગ્યાએ આગ જની નો બનાવ બન્યો હતો તે આઇસીયુની પણ મુલાકાત લીધી હતી. આઇસીયુ ની મુલાકાત બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટનામાં પાંચ જેટલા દર્દીઓના મોત નીપજ્યા છે જે પણ ઘટના બની છે તે ખૂબ જ દુઃખ જ છે તો સાથે જ ઘટના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત સંપર્કમાં છે. આગજનીના બનાવ માં મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ રામસિંહભાઈ નીતિનભાઈ બદાણી રસિકલાલ અગ્રાવત સંજય રાઠોડ તેમજ કેશુ અકબરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એફ.એસ.એલ.ની ટીમને પણ મદદ લેવામાં આવી છે.