ઘટના@રાજકોટ: ભાજપ નેતા સાથે વીડિયોકોલમાં યુવતી થઈ નિર્વસ્ત્ર, 5 લાખની માંગણી કરતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક જો તમને અજાણ્યા નંબરથી કોઈ યુવતીના વીડિયો કોલ આવે છે તો જરા ચેતી જજો નહીંતર તમે પણ બની શકો છે શિકાર. રાજકોટ ભાજપના યુવા આગેવાનને અજણ્યા નંબરથી યુવતીનો રાત્રિ દરમ્યાન વીડિયો કોલ કરવામાં આવે છે અને બાદમાં યુવતી કપડાં ઉતારી બિભત્સ હરકતો કરવાનું શરૂ કરી દે છે, પરતું વીડિયો કટ
 
ઘટના@રાજકોટ: ભાજપ નેતા સાથે વીડિયોકોલમાં યુવતી થઈ નિર્વસ્ત્ર, 5 લાખની માંગણી કરતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જો તમને અજાણ્યા નંબરથી કોઈ યુવતીના વીડિયો કોલ આવે છે તો જરા ચેતી જજો નહીંતર તમે પણ બની શકો છે શિકાર. રાજકોટ ભાજપના યુવા આગેવાનને અજણ્યા નંબરથી યુવતીનો રાત્રિ દરમ્યાન વીડિયો કોલ કરવામાં આવે છે અને બાદમાં યુવતી કપડાં ઉતારી બિભત્સ હરકતો કરવાનું શરૂ કરી દે છે, પરતું વીડિયો કટ કર્યા બાદ તરત જ ફોનમાં મેસેજ આવે છે કે પાંચ લાખ રૂપિયા પહોંચાડી દેજો નહીંતર વીડિયો વાયરલ કરી દેવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આમ રાજકોટ ભાજપના યુવા નેતા સાયબર માફિયાની જાળમાં ફસાયાઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈ રાજકોટ શહેર સાયબર સેલે સમગ્ર મામલે તપાસ હાત ધરી છે ભાજપના યુવા આગેવાનને રાત્રે વીડિયોકોલ આવ્યો હતો, તે સાથે જ યુવતી કપડાં ઉતારવા લાગી હતી, આગેવાને વીડિયો કટ કર્યાની થોડી જ ક્ષણોમાં તેમને મેસેજ આવ્યો હતો અને રૂ.5 લાખની માંગ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજકોટ શહેર ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયા રાત્રે 1.45 વાગ્યે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેમના મોબાઇલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો, આગેવાને ફોન રિસીવ કરતાં જ વીડિયો કોલમાં દેખાતી એક યુવતીએ પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું, મનોજ ગરૈયા કંઇ સમજે તે પહેલા તો યુવતીએ તમામ વસ્ત્રો ઉતારી દીધા 30 સેકન્ડ ચાલેલા વીડિયોકોલ બાદ ભાજપના યુવાનેતાએ વીડિયોકોલ કટ કરી નાખ્યો હતો. પરતું ફોન કાપ્યાની થોડી જ વારમાં ફોનમાં મેસેજ આવ્યો કે ‘મજા આવી’ કહી બ્લેકમેઇલિંગ કરી ઓનલાઈનથી રૂપિયા માંગવામાં આવ્યા હતા અને જો નહીં કરે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવતાં સમગ્ર મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેને લઈ સાયબર સેલે તપાસ હાથ ધરી છે.