ઘટના@રાજકોટ: કપડા ધોવા ગયેલી મામા-ફોઇની સગીર દીકરીઓના ડેમમાં ડૂબતાં મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી મામા ફોઈની બે દીકરીઓના મોત નીપજ્યા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર ખાંભથી આવેલી રાજલ સોમાભાઈ ધાનોયા પોતાના ફોઈના ઘરે રોકાવા આવી હતી. ત્યારે મામા ફોઈની બંને બહેનો કપડાં ધોવા માટે તળાવે ગઈ હતી. જે બાદ એક છોકરી તળાવમાં નાહવા પડી
 
ઘટના@રાજકોટ: કપડા ધોવા ગયેલી મામા-ફોઇની સગીર દીકરીઓના ડેમમાં ડૂબતાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી મામા ફોઈની બે દીકરીઓના મોત નીપજ્યા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર ખાંભથી આવેલી રાજલ સોમાભાઈ ધાનોયા પોતાના ફોઈના ઘરે રોકાવા આવી હતી. ત્યારે મામા ફોઈની બંને બહેનો કપડાં ધોવા માટે તળાવે ગઈ હતી. જે બાદ એક છોકરી તળાવમાં નાહવા પડી હતી ત્યારે તે ડૂબવા લાગી હતી. ફઇની પુત્રીને બચાવવા જતાં મામાની પુત્રી પણ ડૂબી હતી, જોતજોતામા બંને બહેનો તળાવમાં ડૂબી જતાં તેમના મૃત્યુ નીપજયા હતા. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

રાજકોટ શહેરના માંડાડુંગર પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા ભીમાભાઇ સાપરિયાને ત્યાં ખાંભા ગીરમાં રહેતા તેમના બહેનની પુત્રી રાજલ સોમાભાઇ ધાનૈયા (ઉ.વ.13) અઠવાડિયાથી રોકાવા આવી હતી. રાજલ અને ભીમાભાઇની બે પુત્રી સુમી (ઉ.વ.16) બુધવારે બપોરે આજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં કપડાં ધોવા ગયા હતા. કપડાં ધોયા બાદ રાજલ ધાનૈયા ડેમમાં નહાવા પડી હતી, નહાતા નહાતા રાજલ ડૂબવા લાગી હતી. રાજલને ડૂબતા જોઇ તેના મામાની પુત્રી સુમીએ પણ ડેમમાં ઝંપલાવ્યું હતું, જોકે થોડીવારમાં તે પણ ડૂબવા લાગી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૃતક એક બહેન ત્રણ ભાઇ અને ત્રણ બહેનોમાં તેના માતા-પિતાનું પાંચમા નંબરનું સંતાન હતી. જ્યારે કે મૃતક રાજલ બે ભાઈ અને ચાર બહેનમાં તેના માતા-પિતા નું બીજું સંતાન હતી.ઉલ્લેખનીય છે કે, આજી ડેમ તેમજ આજી ડેમની આજુબાજુના વિસ્તારમાં આવેલ ખાણ તેમજ તળાવમાં ન્હાવા પડતા ડૂબી જવાના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ પ્રકારના અનિચ્છનીય બનાવો અટકાવવા માટે ખુદ માતા-પિતાએ પણ સજાગ રહેવું જરૂરી છે.