ઘટના@રાજકોટ: લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ મળી, માથામાં ઊંડો ઘા જોવા મળ્યો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજકોટના વિરડા વાજડી ગામે એક મુસ્લિમ યુવકની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં તાત્કાલીક અસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પંચોની હાજરીમાં પંચનામા સહિતની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરના
 
ઘટના@રાજકોટ: લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ મળી, માથામાં ઊંડો ઘા જોવા મળ્યો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજકોટના વિરડા વાજડી ગામે એક મુસ્લિમ યુવકની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં તાત્કાલીક અસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પંચોની હાજરીમાં પંચનામા સહિતની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે ખસેડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટના વાજડી ગામે છેલ્લા નવ વર્ષથી રહી પંચરની દુકાન રાખી મૂળ બિહારનો મહમદ શાહ નામનો 27 વર્ષીય યુવક કામ કરે છે. જોકે 27 વર્ષીય યુવકનું મોત થતાં તેના બે સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ પોલીસને પણ શંકા છે કે, યુવકના માથાના ભાગે જે ઊંડો ઘા લાગેલો છે તે ટોમી જેવા કોઈ સાધન વડે મારવાથી પડ્યો હશે. ત્યારે યુવકની હત્યા કોઈ વાહનચાલકે કરી છે કે, અન્ય કોઈ વ્યક્તિ એ તે દિશામાં હાલ તપાસ શરૂ છે. તો સાથે જ પોલીસ દ્વારા હાઈવે પરના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં પણ આવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મુસ્લિમ યુવકની હત્યાને લઇ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ હત્યાનો ગુનો નોંધવો કે નહિ તે નક્કી કરવામાં આવશે. આ તરફ પોલીસે યુવકના માથાના ભાગે જે ઊંડો ઘા લાગેલો છે તે ટોમી જેવા કોઈ સાધન વડે મારવાથી પડ્યો હશે તેવુ અનુમાન કર્યુ છે. ત્યારે યુવકની હત્યા કોઈ વાહનચાલકે કરી છે કે, અન્ય કોઈ વ્યક્તિ એ તે દિશામાં હાલ તપાસ શરૂ છે.