ઘટના@સમી: ચાલુ ટ્રકમાંથી 2 લાખના જીરાની બોરીઓ ચોરી અજાણ્યા ઇસમો ફરાર

અટલ સમાચાર, પાટણ સમી પંથકમાં ચાલુ ટ્રકોમાંથી જીરાની બોરીઓની ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગત દિવસે ટ્રક ચાલક ઊંઝાથી જીરૂ ભરી અને મુન્દ્ર જવા નિકળ્યો હતો. આ દરમ્યાન સમી પંથકમાં તેને ખબર પડી હતી કે ટ્રકનો પાછળનો દરવાજો ખુલ્લો છે. જેથી તેને ટ્રક સાઇડમાં કરી ચેક કરતાં જીરાની બોરીઓની ચોરી થયાનું સામે
 
ઘટના@સમી: ચાલુ ટ્રકમાંથી 2 લાખના જીરાની બોરીઓ ચોરી અજાણ્યા ઇસમો ફરાર

અટલ સમાચાર, પાટણ

સમી પંથકમાં ચાલુ ટ્રકોમાંથી જીરાની બોરીઓની ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગત દિવસે ટ્રક ચાલક ઊંઝાથી જીરૂ ભરી અને મુન્દ્ર જવા નિકળ્યો હતો. આ દરમ્યાન સમી પંથકમાં તેને ખબર પડી હતી કે ટ્રકનો પાછળનો દરવાજો ખુલ્લો છે. જેથી તેને ટ્રક સાઇડમાં કરી ચેક કરતાં જીરાની બોરીઓની ચોરી થયાનું સામે આવ્યું હતુ. આ સાથે અન્ય ટ્રકમાંથી પણ જીરાની બોરીઓની ચોરી મળી કુલ કિ.રૂ.2,02,048ની ચોરી થયાની ફરીયાદ સમી પોલીસ મથકે નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી પંથકમાં ગત 22 નવેમ્બરે ઊંઝાથી જીરૂ ભરી ચાર ટ્રકો મુન્દ્રા જવા રવાના થઇ હતી. જેમાં એક ટ્રકમાં અભયકુમાર શ્યામવદન યાદવ ડ્રાઇવર તરીકે હતા. રાત્રિના દસેક વાગે ગોચનાદ ગામથી થોડેક આગળ કોઇ વાહન ચાલકે ટ્રક ડ્રાઇવરને કહ્યું હતુ કે, તમારા કન્ટેનરના દરવાજા ખુલ્લાં છે. જેથી ટ્રક ચાલકે ગોચનાદ ગામથી અડધો કી.મી. દૂર પુલ પાસે ગાડી ઉભી રાખી ચેક કરતાં ચોરી થયાનું જણાયું હતુ. જે બાદમાં તેને અન્ય ડ્રાઇવર સાથે બનાવની વાત કરતાં બીજા એક ડ્રાઇવર સેજાભાઇ સવાભાઇ ડાંગરે પણ આવી રીતે જ જીરાની બોરી નંગ-10 કિ.રૂ.36,080ની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતુ.

આ દરમ્યાન ટ્રક ચાલકે તપાસ કરતાં અંદરથી જીરાની બોરીઓ નંગ-46 કુલ કિ.રૂ. 1,65,968ની ચોરી થઇ હતી. જે બાદમાં ટ્રક માલિકને વાત કરતાં તેઓ ત્યાં પહોંચી તપાસ કરતાં બંને ટ્રકોમાંથી જીરાની બોરી નંગ-56, કિ.રૂ. 2,02,048ની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતુ. જેને લઇ ચાલક અભયકુમારે સમી પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. સમી પોલીસે આરોપી ઇસમો સામે આઇપીસીની કલમ 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.