ઘટના@સમીઃ જમીન બાબતે સગાભાઇઓ વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 6 વ્યક્તિ આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, સમી કોરોના કહેર વચ્ચે સમી તાલુકાના ગામે નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલ સાંજના સમયે જમીન બાબતમાં વાતચીત દરમ્યાન મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં લોખંડ પાઇપ અને લાકડી, ધોકા વડે કરાયેલાં હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને લઇ બંને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવતા સમી પોલીસે
 
ઘટના@સમીઃ જમીન બાબતે સગાભાઇઓ વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 6 વ્યક્તિ આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, સમી

કોરોના કહેર વચ્ચે સમી તાલુકાના ગામે નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલ સાંજના સમયે જમીન બાબતમાં વાતચીત દરમ્યાન મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં લોખંડ પાઇપ અને લાકડી, ધોકા વડે કરાયેલાં હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને લઇ બંને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવતા સમી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ સામસામે ફરીયાદમાં કુલ 6 વ્યક્તિ આરોપી બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@સમીઃ જમીન બાબતે સગાભાઇઓ વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 6 વ્યક્તિ આરોપી

પાટણ જીલ્લાના સમી તાલુકાના રૂપનગર ગામે ગઇકાલ સાંજે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ગામના લક્ષમણભાઇ રણમલભાઇ દેવીપુજકએ નોંધાવેલ ફરીયાદ મુજબ તેમના ભાઇ રામાભાઇ રણમલભાઇ દેવીપુજક અમારી સંયુક્ત જમીન ગીરવે કેમ આપી ? તેમ કહી ગાળાગાળી કરવા લાગેલ. તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇને રામાભાઇ દેવીપુજક, કાંન્તાબેન રામાભાઇ દેવીપુજક, ગુગાભાઇ હેમરાજભાઇ દેવીપુજક, ભરતભાઇ હેમરાજભાઇ દેવીપુજકએ લોખંડની પાઇપ તેમજ લાકડી અને ધોકાથી ફરીયાદી અને તેમની પત્નીને મારમાર્યા હતા. આ સાથે જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સમી પોલીસે ચારેય ઇસમ સામે આઇપીસી કલમ 323, 324, 504, 506(2), 294(B), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@સમીઃ જમીન બાબતે સગાભાઇઓ વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 6 વ્યક્તિ આરોપી

આ તરફ સામાપક્ષે રામાભાઇ રણમલભાઇ દેવીપુજકએ પણ મારામારીની ફરીયાદ નોંધાવી છે. જે મુજબ રામાભાઇને જાણવા મલતા કે તેમના મોટા ભાઇ લક્ષમણભાઇએ સંયુક્ત જમીન ગીરવે મકી છે તે અંગે પુછપરછ કરવા જતા તે દરમ્યાન લક્ષમણભાઇ રણમલભાઇ દેવીપુજક ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી ફરીયાદીની પત્નીએ ગાળો બોલવાની ના પાડતા ઇસમ વધારે ઉશ્કેરાઇ જઇને લોખંડની પાઇપ લઇ આવી અને તેમના પત્ની પશીબેન લક્ષમણભાઇ દેવીપુજક ધોકા વડે મારમારી ફરીયાદી અને તેમની પત્નીને ઇજા પહોંચાડી હતી. અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ સમી પોલીસે બંને આરોપી સામે આઇપીસી કલમ 323, 324, 504, 506(2), 294(B), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.