ઘટના@સાંતલપુર: ડોક્ટરના ઘરે તસ્કરો ત્રાટક્યાં, ગલ્લાં તોડી 1,30,000ની ચોરી કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર કોરોના કહેર વચ્ચે સાંતલપુરમાં ડોક્ટરના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ મૂળ કચ્છના વતની છેલ્લાં કેટલાક સમયથી સાંતલપુરમાં દવાખાનુ ચલાવે છે. ગત દિવસોએ તેઓ દવાખાનેથી પોતાના ભાડાના મકાનમાં જતાં તાળું તુટેલું જોઇ ચોંકી ઉઠ્યા હતા. આ તરફ તપાસ કરતાં તેમણે બચત કરીનો ગલ્લાંમાં રાખેલા 1,30,000ની ચોરી થયાનું
 
ઘટના@સાંતલપુર: ડોક્ટરના ઘરે તસ્કરો ત્રાટક્યાં, ગલ્લાં તોડી 1,30,000ની ચોરી કરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

કોરોના કહેર વચ્ચે સાંતલપુરમાં ડોક્ટરના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ મૂળ કચ્છના વતની છેલ્લાં કેટલાક સમયથી સાંતલપુરમાં દવાખાનુ ચલાવે છે. ગત દિવસોએ તેઓ દવાખાનેથી પોતાના ભાડાના મકાનમાં જતાં તાળું તુટેલું જોઇ ચોંકી ઉઠ્યા હતા. આ તરફ તપાસ કરતાં તેમણે બચત કરીનો ગલ્લાંમાં રાખેલા 1,30,000ની ચોરી થયાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે ડોક્ટરે અજાણ્યાં ઇસમો સામે સાંતલપુર પોલીસ મથકે ચોરીની ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુરના જૈન મંદીરની બાજુમાં રહેતાં ડોક્ટરના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. મૂળ કચ્છ જીલ્લાના રાપર તાલુકાના આડેસરના શોઢા કેમ્પના ભરતકુમાર ભોમજીભાઇ સુથાર હાલ સાંતલપુર જૈનમંદીરની બાજુમાં ભાડે રહી ક્રિષ્નામોલની બાજુમાં સંજીવની હોસ્પિટલ ચલાવે છે. ગત તા.13-05-2021ના રોજ તેઓ દવાખાનેથી બપોર બાદ પોતાના મકાને પરત ફરતાં તાળું તુટેલું જોયુ હતુ. જેથી તપાસ કરતાં તેઓ જે પૈસાની બચત માટીના ગલ્લાંઓમાં કરતાં હતા તે ગલ્લાં જોવા મળ્યાં ન હતા.

ઘટના@સાંતલપુર: ડોક્ટરના ઘરે તસ્કરો ત્રાટક્યાં, ગલ્લાં તોડી 1,30,000ની ચોરી કરી ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડોક્ટરે ઘરની સીડીની બાજુમાં પાણીના ટાંકા ઉપર તુટેલી હાલતમાં ગલ્લાં મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં અંદાજે રોકડ રકમ રૂ.1,30,000ની ગાયબ હતી. જેથી ડોક્ટરે બચત કરેલાં રૂ.1,30,000 કોઇ અજાણ્યાં ઇસમો ઘરમાં પ્રવેશી તાળું તોડી ચોરી ગયા હોઇ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સાંતલપુર પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.