ઘટના@સતલાસણા: સગીરાને ફોસલાવીને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર યુવક સામે ફરીયાદ

અટલ સમાચાર, સતલાસણા સતલાસણા તાલુકાના ગામે સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જઇ યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. ગત સોમવારે વહેલી સવારે સગીરા ઘરમાં જોવા નહીં મળતાં પરિવારજનોમાં દોડધામ મચી હતી. જે બાદમાં તપાસ કરતાં બાજુના ગામનો તેને યુવક લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાનું સામે આવ્યુ હતુ. આ તરફ સગીરાની પુછપરછમાં યુવકે તેની સાથે
 
ઘટના@સતલાસણા: સગીરાને ફોસલાવીને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર યુવક સામે ફરીયાદ

અટલ સમાચાર, સતલાસણા

સતલાસણા તાલુકાના ગામે સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જઇ યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. ગત સોમવારે વહેલી સવારે સગીરા ઘરમાં જોવા નહીં મળતાં પરિવારજનોમાં દોડધામ મચી હતી. જે બાદમાં તપાસ કરતાં બાજુના ગામનો તેને યુવક લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાનું સામે આવ્યુ હતુ. આ તરફ સગીરાની પુછપરછમાં યુવકે તેની સાથે બે-ત્રણ વખત મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હોવાનું ખુલતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના ગામે એક પરિવાર ખેતમજુરી કરી ગુજરાન ચલાવે છે. ગત તા.30-11-2020ના રોજ ફરીયાદીની દીકરી(14 વર્ષ) ઘરમાં જોવા નહીં મળતાં પરિવારજનોએ તેને શોધવા દોડધામ કરી હતી. આ સાથે ગ્રામજનોમાં થતી ચર્ચાઓમાં ફરીયાદીને જાણવા મળેલ કે, ધારાવણીયા ગામનો પરમાર પ્રવિણસીંહ ભવાનસિંહ તેમની દીકરીને ભગાડી ગયો છે. આ દરમ્યાન ગઇકાલે સવારે બંને યુવક-યુવતિ મળી આવતાં પરિવારજનો તેમને લઇ સતલાસણા પોલીસ મથક પહોંચ્યો હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સગીરાએ તેની માતાને જણાવેલ કે, યુવકે તેની સાથે બે-ત્રણ વખત બળજબરીથી શરીર સંબંધ બાંધેલ છે. આ તરફ ફરીયાદીની દીકરીની ઉંમર 14 વર્ષની હોઇ માતાએ આરોપી સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવી, જારકર્મ કરવાના ઇરાદે ભગાડી જઇ મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. સતલાસણા પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 376(3), 363, 366 અને પોક્સો એક્ટની કલમ 4, 5(L), 6, 8, 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • પ્રવિણજી ભવાનસિંહ પરમાર, ગામ-ધારાવણીયા, તા.સતલાસણા, જી.મહેસાણા