ઘટના@સતલાસણા: જ્વેલર્સની નજર ચૂકવી ઇસમો 4.49 લાખની સોનાની વીંટીઓ લઇ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા સતલાસણામાં જ્વેલર્સમાં અજાણ્યાં બે ઇસમોએ વેપારીની નજર ચુકવી સોનાની વીંટીઓ ભરેલી થેલીની ઉઠાંતરી કર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ સ્થાનિક જ્વેલર્સે પોતાની દુકાને આવેલા બે ગ્રાહકોને સોનાનો ઓમ દેખાડતાં હતા. આ દરમ્યાન અચાનક કાચ તુટવાનો અવાજ આવતાં જ્વેલર્સનું ધ્યાન ત્યાં જતાં ઇસમોએ ડ્રોવરમાં મુકેલ સોનાની વીંટીઓની થેલીની ઉઠાંતરી કરી
 
ઘટના@સતલાસણા: જ્વેલર્સની નજર ચૂકવી ઇસમો 4.49 લાખની સોનાની વીંટીઓ લઇ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા

સતલાસણામાં જ્વેલર્સમાં અજાણ્યાં બે ઇસમોએ વેપારીની નજર ચુકવી સોનાની વીંટીઓ ભરેલી થેલીની ઉઠાંતરી કર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ સ્થાનિક જ્વેલર્સે પોતાની દુકાને આવેલા બે ગ્રાહકોને સોનાનો ઓમ દેખાડતાં હતા. આ દરમ્યાન અચાનક કાચ તુટવાનો અવાજ આવતાં જ્વેલર્સનું ધ્યાન ત્યાં જતાં ઇસમોએ ડ્રોવરમાં મુકેલ સોનાની વીંટીઓની થેલીની ઉઠાંતરી કરી લીધી હતી. જે બાદમાં ઇસમો ત્યાંથી ગયા બાદ જ્વેલર્સને શંકા જતાં તપાસ કરી કરતાં ચોંકી ઉઠ્યા હતા. ઘટનાને લઇ જ્વેલર્સે અજાણ્યાં બે ઇસમો સામે સતલાસણા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણાના બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાંથી સોનાની વીંટીઓની ચોરી થઇ છે. સ્થાનિક હસમુખલાલ સોની જનતા માર્કેટમાં હીરેન જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત તા.18 જાન્યુઆરી 2021 ના રોજ બપોરના સમયે તેમની દુકાનમાં બે હિન્દીભાષી ઇસમો આવ્યા હતા. આ ઇસમોએ પહેલા સોનાનો ઓમ લેવાની તૈયારી બતાવતાં જ્વેલર્સે ઓમ બતાવતાં તેમને પસંદ આવ્યો હતો. જે બાદમાં વાતો કરતાં-કરતાં કોઇપણ સમયે દુકાનના લાકડાના ખાનામાં સોનાની વીંટીઓ મુકેલ થેલીની ઉઠાંતરી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બંને ઇસમ હીન્દીમાં વાત કરતાં હોઇ વાતચીતના સમયગાળામાં જ્વેલર્સની નજર ચુકવી ઉઠાંતરી કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ ઇસમો સોનાની વીંટીઓ આશરે નંગ-29 કિ.રૂ.4,49,595 ની ચોરી કરી હતી. આ તરફ દુકાનના આગળનો એક તરફનો શો કાચ પણ જાણીજોઇને તોડતાં જ્વેલર્સનું ધ્યાન ભટકાવી બંને ઇસમો ફરાર થઇ ગયા હતા. ઘટનાને લઇ જ્વેલર્સે અજાણ્યાં ઇસમો સામે સતલાસણા પોલીસે મથકે આઇપીસી કલમ 379, 114 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.