ઘટના@શામળાજી: કેળાના પૈસા બાબતે ડોક્ટરને લોખંડની પાઇપ વડે માર માર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજીમાં કેળાના પૈસા બાબતે ડોક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ અમદાવાદ ફરજ બજાવતાં ડોક્ટર લગ્નપ્રસંગે શામળાજી આવ્યાં હતા. જ્યાં પરિવાર માટે કેળા લેવા ગયા બાદ પૈસા બાબતે કહેવા જતાં માથાકૂટ થઇ હતી. જેમાં લારીવાળા અને અન્ય બે ઇસમોએ ડોક્ટરને લોખંડની પાઇપથી ફટકાર્યા હતા. સમગ્ર મામલે હવે ડોક્ટરે
 
ઘટના@શામળાજી: કેળાના પૈસા બાબતે ડોક્ટરને લોખંડની પાઇપ વડે માર માર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજીમાં કેળાના પૈસા બાબતે ડોક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ અમદાવાદ ફરજ બજાવતાં ડોક્ટર લગ્નપ્રસંગે શામળાજી આવ્યાં હતા. જ્યાં પરિવાર માટે કેળા લેવા ગયા બાદ પૈસા બાબતે કહેવા જતાં માથાકૂટ થઇ હતી. જેમાં લારીવાળા અને અન્ય બે ઇસમોએ ડોક્ટરને લોખંડની પાઇપથી ફટકાર્યા હતા. સમગ્ર મામલે હવે ડોક્ટરે એક ઇસમના નામજોગ અને અન્ય બે અજાણ્યાં ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના શામળાજી આશ્રમ પાસે કેળાની લારી પર પૈસા બાબતે ડોક્ટરને માર માર્યાની ઘટના સામે આવી છે. મૂળ ભિલોડા તાલુકાના સોડપુર ગામના વિર્કણ ગામેતી ડોક્ટર તરીકે અમદાવાદની એસએમએસ હોસ્પિટલમાં ફરજ બજાવેલ છે. ગત શુક્રવારે તેઓ પોતાની માતા સાથે બાઇક પર શામળાજી આશ્રમ ખાતે પહોંચી કેળાની ખરીદી કરવા ગયા હતા. જ્યાં લારીવાળાને પુરેપુરા પૈસાની ચોખવટ કરવાની વાત વચ્ચે માથાકૂટ થઇ હતી. જેથી લારીવાળા રમેશભાઇ સડાત અને અન્ય ઇસમોએ તેમની પર લોખંડની પાઇપથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે.

ઘટના@શામળાજી: કેળાના પૈસા બાબતે ડોક્ટરને લોખંડની પાઇપ વડે માર માર્યો, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેળાના પૈસા પુરેપરા આપવાને લઇ થયેલી માથાકૂટમાં ડોક્ટરને પાઇપથી ફટકારવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. ગત શુક્રવારે બનેલી ઘટનામાં ડોક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરતાં લારીવાળાને રોકવા તેમના બા પણ વચ્ચે પડ્યા હતા. જોકે ઇસમે ડોક્ટરને લોખંડની પાઇપ બંને પગો ઉપર મારી હતી. જે બાદમાં લગ્ન પતાવી ડોક્ટરે લારીવાળા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે શામળાજી પોલીસે ત્રણ આરોપી સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.