ઘટના@શિહોરી: પરીણિતાને ત્રાસ આપી 5 લાખ દહેજ માંગી તગેડી મુકી, પતિ સહિત 11 સાસરીયા સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, શિહોરી શિહોરી પંથકમાં પરીણિતાએ પોતાના પતિ સહિત 11 સાસરીયા સામે દહેજમાંગણી અને મારઝૂડની ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ શિહોરીની યુવતિના લગ્ન મહેસાણા તાલુકાના એક ગામે થયા બાદ પ્રથમ સાસરીયાઓ સારૂ રાખતાં હતા. જે બાદમાં અવાર-નવાર કોઇને કોઇ વાત પરીણિતાને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતા. આ સાથે મહિલાનો પતિ તેમની
 
ઘટના@શિહોરી: પરીણિતાને ત્રાસ આપી 5 લાખ દહેજ માંગી તગેડી મુકી, પતિ સહિત 11 સાસરીયા સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, શિહોરી

શિહોરી પંથકમાં પરીણિતાએ પોતાના પતિ સહિત 11 સાસરીયા સામે દહેજમાંગણી અને મારઝૂડની ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ શિહોરીની યુવતિના લગ્ન મહેસાણા તાલુકાના એક ગામે થયા બાદ પ્રથમ સાસરીયાઓ સારૂ રાખતાં હતા. જે બાદમાં અવાર-નવાર કોઇને કોઇ વાત પરીણિતાને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતા. આ સાથે મહિલાનો પતિ તેમની સાથે મારઝૂડ પણ કરતો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ છે. જે બાદમાં પરીણિતાને ત્રાસ આપી 5 લાખ રૂપિયા દહેજમાં માંગી ઘરેથી તગેડી મુકી હતી. સમગ્ર મામલે સામાજીક રીતે સમાધાન નહીં થતાં પરીણિતાએ પતિ સહિત 11 સાસરીયા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના શિહોરી પંથકની પરીણિતાને સાસરીયાઓએ 5 લાખ દહેજ માંગી તગેડી મુક્યાની ઘટના સામે આવી છે. પંથકની યુવતિના લગ્ન આશરે દોઢેક વર્ષ અગાઉ મહેસાણા તાલુકાના છઠીયારડા ગામે વિક્રમસિંગ ભરતસિંગ ઝાલા સાથે થયા હતા. જે બાદમાં પ્રથમ સારૂ રાખ્યા બાદ પરીણિતાના સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. જેમાં પતિનો ફોનમાં કોઇનો ફોન આવતાં પત્નિએ ઉપાડતાં તેને માર મારવામાં આવ્યો હતો. આ સાથે પરીણિતાના સાસુ, સસરા, દાદીસાસુ, જેઠ, જેઠાણી, કાકાસસરા, કુટુંબી જેઠ સહિતનાએ ત્રાસ આપવાનું શરૂ કરી તેને ઘરેથી તગેડી મુકી હતી.

ઘટના@શિહોરી: પરીણિતાને ત્રાસ આપી 5 લાખ દહેજ માંગી તગેડી મુકી, પતિ સહિત 11 સાસરીયા સામે FIR
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાસરીયાઓએ 5 લાખ દહેજમાં માંગીને પરીણિતાને તગેડી મુક્યા બાદ સામાજીક રીતે સમાધાનના પ્રયાસો ચાલુ હતુ. આ તરફ પરીણિતા પર શંકા રાખી શારીરિક-માનસિક ત્રાસ આપી શરીરે ગડદાપાટુનો માર મારી તગેડી મુકી તેડવા આવ્યા ન હતા. જે બાદમાં આખરે સામાજીક રીતે સમાધાન નહીં થતાં પરીણિતાએ વિક્રમસીંગ, ભરતસિંહ, સુર્યાબા, ચંપાબા, વિજુભા, કાજલબા, વિજયાબા, રાધાબા, લખુભા, વનરાજસિંહ અને રામભા સહિત 11 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે શિહોરી પોલીસે તમામ સામે આઇપીસી 498A, 323, 294(b), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3,7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@શિહોરી: પરીણિતાને ત્રાસ આપી 5 લાખ દહેજ માંગી તગેડી મુકી, પતિ સહિત 11 સાસરીયા સામે FIR