ઘટના@શિહોરી: 2 ટ્રક વચ્ચે અકસ્માત બાદ અચાનક આગ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, દિયોદર કોરોના મહામારી વચ્ચે આજે સવારના સમયે શિહોરી-થરા રોડ પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર મસમોટા ખાડાને કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ તરફ ટ્રકમાં આગ લાગતાં અફરાતફરીના માહોલ વચ્ચે લોકોને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ તરફ એક ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં
 
ઘટના@શિહોરી: 2 ટ્રક વચ્ચે અકસ્માત બાદ અચાનક આગ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, દિયોદર

કોરોના મહામારી વચ્ચે આજે સવારના સમયે શિહોરી-થરા રોડ પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર મસમોટા ખાડાને કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ તરફ ટ્રકમાં આગ લાગતાં અફરાતફરીના માહોલ વચ્ચે લોકોને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ તરફ એક ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે અન્ય એક ટ્રક રોડની સાઇડમાં ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@શિહોરી: 2 ટ્રક વચ્ચે અકસ્માત બાદ અચાનક આગ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જીલ્લાના શિહોરી-થરા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આજે સવારે થરા તરફ જઈ રહેલ ટ્રકે વડા ગામ નજીક અચાનક આગળ મસમોટો ખાડો આવતાં બ્રેક મારતાં પાછળ આવી રહેલ ટ્રકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ ટ્રકમાં આગ લાગી હતી. જોકે સ્થાનિકોએ ભારે જહેમતને અંતે આગને કાબૂમાં લીધી હતી. આ તરફ ઇજાગ્રસ્ત ચાલકને શિહોરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટના@શિહોરી: 2 ટ્રક વચ્ચે અકસ્માત બાદ અચાનક આગ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત