ઘટના@સિધ્ધપુર: નવિન થાંભલો ઉભો કરવા ગયેલ વીજટીમ પર હુમલો, 1 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર તાલુકાના ગામે નવિન થાંભલો ઉભો કરવા ગયેલી વીજ ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે બપોરના સમય કાકોશીના લાઇનમેન કોન્ટ્રાક્ટના માણસો સાથે વિસ્તારમાં નવિન વીજથાંભલો ઉભો કરવા ગયા હતા. આ દરમ્યાન સ્થાનિકે થાંભલાની જગ્યાને લઇ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી હતી. જે બાદમાં ગાળો બોલવાની ના પાડતાં ઇસમે લોખંડની
 
ઘટના@સિધ્ધપુર: નવિન થાંભલો ઉભો કરવા ગયેલ વીજટીમ પર હુમલો, 1 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર તાલુકાના ગામે નવિન થાંભલો ઉભો કરવા ગયેલી વીજ ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે બપોરના સમય કાકોશીના લાઇનમેન કોન્ટ્રાક્ટના માણસો સાથે વિસ્તારમાં નવિન વીજથાંભલો ઉભો કરવા ગયા હતા. આ દરમ્યાન સ્થાનિકે થાંભલાની જગ્યાને લઇ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી હતી. જે બાદમાં ગાળો બોલવાની ના પાડતાં ઇસમે લોખંડની કોસ વડે એક ઇસમને હાથે મારતાં તેમને ફ્રેક્ચર થયુ હતુ. ઘટનાને લઇ કોંન્ટ્રાક્ટના કર્મચારીએ ઇસમ સામે કાકોશી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના કાકોશી (ઇસ્લામપુરા)માં થાંભલો ઉભો કરવાને લઇ ઇસમે લોખંડની કોસથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે ઉ.ગુ.વી.કં.લી. સબ ડીવીઝન કાકોશીના લાઇનમેન રાજેશકુમાર પ્રજાપતિ, કોન્ટ્રાક્ટના માણસો મહેશજી ઠાકોર, વિરમાજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર અને સંજયજી ઠાકોર(તમામ રહે.લવારા) સહિતના કાકોશી બજારમાં ચાર થાંભલા ઉભા કરી ઇસ્લામપુરામાં મુખી ઝૈદ ઇલીયાસભાઇના ત્યાં થાંભલો ઉભો કરવા પહોંચ્યાં હતા. જોકે થાંભલાની જગ્યાને લઇ ઝૈદ ઇલીયાસભાઇએ માથાકૂટ કરી ગાળાગાળી કરી હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કાકોશીમાં વીજ કર્મચારીઓ સાથેની ટીમ પર હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. નવિન થાંભલાની જગ્યાને લઇ ઇસમે પહેલાં ગાળાગાળી કરી ગડદાપાટુંનો માર માર્યો હતો. જે બાદમાં લોખંડની કોસ મહેશજી ઠાકોરને માથામાં મારવા જતાં તેમને વચ્ચે હાથ લાવી લેતાં હાથ પગ વાગતાં તેઓ ગંભીર ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં તેમને તાત્કાલિક કાકોશી સારવાર અર્થે ખસેડતાં બાવડાના ભાગે ફેક્રચર હોવાનું સામે આવ્યુ હતુ. ઘટનાને લઇ મહેશજી ઠાકોરે ઇસમ સામે કાકોશી પોલીસ મથકે આઇપીસી 325, 323, 186, 294(b) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે.