સપાટો@સિધ્ધપુર: પોલીસે મકાનમાંથી 39,400ના મુદ્દામાલ સાથે 11 જુગારીઓને ઝડપ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ કરી એકસાથે 11 જુગારીઓને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે પોલીસની ટીમને શહેરના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે પોલીસે રેઇડ કરતાં ઘડીભર જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે કોર્ડન કરી તમામ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે
 
સપાટો@સિધ્ધપુર: પોલીસે મકાનમાંથી 39,400ના મુદ્દામાલ સાથે 11 જુગારીઓને ઝડપ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ કરી એકસાથે 11 જુગારીઓને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે પોલીસની ટીમને શહેરના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે પોલીસે રેઇડ કરતાં ઘડીભર જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે કોર્ડન કરી તમામ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 11 લોકોના નામજોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સપાટો@સિધ્ધપુર: પોલીસે મકાનમાંથી 39,400ના મુદ્દામાલ સાથે 11 જુગારીઓને ઝડપ્યાં

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાંથી પોલીસે રેઇડ કરી એકસાથે 11 લોકોને જુગાર રમતાં ઝડપી પાડ્યા છે. સિધ્ધપુર પોલીસ મથકના PI ચિરાગ ગોસાઇના માર્ગદર્શન હેઠળ PSI પી.એસ.ગૌસ્વામી, ASI ભાણજીજી, APC યોગેશકુમાર, મનુભાઇ, ગીરીશકુમાર સહિતનો સ્ટાફે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, શહેરના તાહેરપુરા વિસ્તારમાં ફકીર અનવરશા પોતાના રહેણાંક મકાનમાં બહારની લોકોને બોલાજી જુગાર રમાડે છે.

સપાટો@સિધ્ધપુર: પોલીસે મકાનમાંથી 39,400ના મુદ્દામાલ સાથે 11 જુગારીઓને ઝડપ્યાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ પીએસઆઇની ટીમે તાત્કાલિક રેઇડ કરતાં જુગારીઓમાં ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ પોલીસે 11 ઇસમોને ઝડપ પાડી તેમની તલાશી લીધી હતી. કાર્યવાહી દરમ્યાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ.19,900 મોબાઇલ નંગ-11 કિ.રૂ.19,500 મળી કુલ કિ.રૂ.39,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે તમામ આરોપી સામે જુગાર અટકાયતી અધિનિયમ કલમ 4, 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.