ઘટના@સિધ્ધપુર: લગ્નની લાલચે ભગાડી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ, અંતે ઝડપાયો

અટલ સમાચાર,સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુર પોલીસે બળાત્કાર અને પોક્સોના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ગત દીવસોએ આશરે 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ ઊંઝા તેમજ અમદાવાદના ગેસ્ટહાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે અંતે ફરીયાદ બાદ સિધ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ઝડપી જેલહવાલે કરી દીધો છે. અટલ સમાચાર
 
ઘટના@સિધ્ધપુર: લગ્નની લાલચે ભગાડી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ, અંતે ઝડપાયો

અટલ સમાચાર,સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુર પોલીસે બળાત્કાર અને પોક્સોના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ગત દીવસોએ આશરે 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ ઊંઝા તેમજ અમદાવાદના ગેસ્ટહાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે અંતે ફરીયાદ બાદ સિધ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ઝડપી જેલહવાલે કરી દીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@સિધ્ધપુર: લગ્નની લાલચે ભગાડી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ, અંતે ઝડપાયો
જાહેરાત

પાટણ જીલ્લાના સિધ્ધપુર પંથકની સગીરા ઉપર લગ્નની લાલચે દુષ્કર્મ આચરનાર યુવક આખરે પોલીસ પકડમાં આવ્યો છે. સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલ ગુના નં. પાર્ટ(એ)0811/2020, ઇપીકો કલમ 376 અને પોકસો એક્ટ 3(એ),4 ગુના સબબના આરોપી જુનેદમીયા યાસીનમીયા કુરેશી, ઉ.વ.20, રહે. ઉનાવા, તા.ઉંઝા, જી.મહેસાણાને સિદ્ધપુરના ડીવાયએસપી સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુરના ઈ.પીઆઈ પી.એસ. ગૌસ્વામી,પોસઈ એમ.એમ.માળી,એએસ આઈ વિજયસિંહ,પ્રવિણ કુમાર અને પોલીસ ટીમે મળેલી બાતમીને આધારે ઉનાવા ખાતેથી ગુનો નોંધાયાની ગણતરીના કલાકોમાં પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ સાથે આ કામમાં મદદગારી કરનાર અનીક ઈલિયાસબભાઈ કુરેશી, ઈલિયાસભાઈ કુરેશી,બન્ને રહે.અરમાન ફ્લેટ,દાણીલીમડા, અમદાવાદ તેમજ શહેનાઝબાનું રહે.દાણીલીમડા, અમદાવાદ આ ત્રણેયની શોધખોળ ચાલુ છે.

શું હતી સમગ્ર ઘટના ?

ફરિયાદી બેન ઉ.વ.આશરે 17 વર્ષ છએક માસ અગાઉ ઇન્સ્ટાગ્રામ થકી જુનેદના સંપર્કમાં આવી હતી.બાદમાં જુનેદ અવાર નવાર સિદ્ધપુર મુકામે મળવા આવતો હતો અને જુદી-જુદી ગિફ્ટો આપી લગ્ન કરવા લલચાવતો-ફોસલાવતો હતો. આ દરમ્યાન બકરીઈદ પહેલા ગત 29મી જુલાઈના રોજ જુનેદ એક્ટિવા લઈ સિદ્ધપુર હાઇવે નજીક આવેલી તેની સોસાયટી પાસે આવ્યો હતો અને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. જે બાદમાં કેફી પદાર્થ ખવડાવી ઊંઝા ગેસ્ટ હાઉસમાં તેમજ અમદાવાદ ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ આચરી તેના અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો. આ સાથે તેના આધારકાર્ડના જન્મ વર્ષમાં છેડછાડ કરી ઉંમર વધુ હોવાનું આધારકાર્ડ બનાવી લગ્ન કરવા ઉપયોગ કરી નિકાહ કરવામાં ઉપર મુજબના ત્રણ તહોમતદારો ગુનો કરવામાં મદદગારી કરી હોવા સબબની ધોરણ સરની ફરિયાદ દાખલ થવા પામી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનિય છે કે, ટીનેજર્સ કિશોરીઓ અને તરૂણીઓને પરિવાર તરફથી અપાતા મોબાઈલ ફોન કેવું ભયાનક પરિણામ સર્જી શકે છે તેનો આ બોલતો પુરાવો છે. જે માતાપિતા પોતાની 14 થી 20 વર્ષની દીકરીને મોબાઈલ લઈ આપે તો તેનો ક્યા કામ માટે ઉપપોગ થાય છે તેની ઉપર પણ મા-બાપ અચૂક નજર રાખે તે ખાસ જરૂરી છે.