ઘટના@સિધ્ધપુર: 14 ભેંસોને રાજસ્થાન કતલખાને લઇ જતી ટ્રક ઝબ્બે, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ સિધ્ધપુર પંથકમાંથી પાટણ SOGની ટીમે 14 ભેંસોને કતલખાને લઇ જતાં બચાવી છે. ગઇકાલે સાંજે SOGની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે પશુઓ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. સાંજના સમયે ઝડપાયેલી ટ્રકમાંથી 2 ઇસમોને પકડી પુછપરછ કરતાં તેઓ 14 ભેંસોને રાજસ્થાન પાસે કતલખાને લઇ જતાં હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ ટ્રકમાં
 
ઘટના@સિધ્ધપુર: 14 ભેંસોને રાજસ્થાન કતલખાને લઇ જતી ટ્રક ઝબ્બે, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

સિધ્ધપુર પંથકમાંથી પાટણ SOGની ટીમે 14 ભેંસોને કતલખાને લઇ જતાં બચાવી છે. ગઇકાલે સાંજે SOGની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે પશુઓ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. સાંજના સમયે ઝડપાયેલી ટ્રકમાંથી 2 ઇસમોને પકડી પુછપરછ કરતાં તેઓ 14 ભેંસોને રાજસ્થાન પાસે કતલખાને લઇ જતાં હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ ટ્રકમાં તલાશી લેતાં 14 ભેંસો ખીચોખીચ હાલતમાં બાંધેલી હોવાનું ખુલ્યુ હતુ. જેથી SOGએ ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપી ભેંસો ભરી આપનાર સહિત કુલ 4 ઇસમો સામે કાકોશી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI આર.કે.અમીનની ટીમ ગઇકાલે સાંજે કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, કાકોશી ગામનો મુશાભાઇ નામનો ઇસમ ટ્રકમાં પોતાના ખેતરમાંથી ભેંસો તથા પાડા ભરી કતલ કરવા માટે રાજસ્થાન મોકલી આપે છે. જેથી SOGએ તાત્કાલિક ઉમરૂ ચોકડીથી વાઘણા તરફ જતાં રોડ તરફ વોચ ગોઠવી ટ્રક ચાલક જાલોરી વશીમભાઇ અને ક્લિનર પઠાણ યાકુબખાં નાથુમીયાંને ઝડપી પાડી 14 ભેંસોને કતલાખાને લઇ જતાં બચાવી હતી.

ઘટના@સિધ્ધપુર: 14 ભેંસોને રાજસ્થાન કતલખાને લઇ જતી ટ્રક ઝબ્બે, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ‌14 ભેંસોને કતલખાને લઇ જતાં બચાવી છે. SOGએ ટ્રકની તલાશી લેતાં અંદર ખીચોખીચ હાલતમાં 14 ભેંસો ક્રુરતાપુર્વક બાંધેલ હોવાનું સામે આવ્યુ હતુ. આ તરફ ઇસમોને પુછપરછ કરતાં તેઓ આ ભેંસો રાજસ્થાનના પાલીથી આગળ સોજન ગામે કતલખાને લઇ જતાં અને ગુલ્લુભાઇ નામના ઇસમને આપવાની હોવાનું કબૂલ્યુ હતુ. જેથી ભેંસોની કિ.રૂ.1,40,000 અને ટ્રકની કિ.રૂ.7,00,000નું ગણી ભેંસોની નાગવાસણ પાંજરાપોળમાં મોકલી દેવાઇ હતી. આ સાથે તમામ ઇસમો સામે કાકોશી પોલીસ મથકે પ્રાણીઓની સાચવણી અધિનિયમની કલમ 5, 6, 8, 10 અને પશુઓ પ્રત્યે ક્રૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(a), 11(1)(f), 11(1)(h), 11(1)(k) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

SOG ટીમે બાતમી આધારે 14 ભેંસોને કતલખાને જતાં બચાવી

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજની સુચનાથી પાટણ SOG PI આર.કે.અમીનની ટીમ પેટ્રોલિંગમાં હતી. જેમાં ASI સોમજીભાઇ, બળવંતસિંહ, HC જલુભા, PC વિક્રમભાઇ સહિતના સ્ટાફે ઉમરૂ ચોકડીથી વાઘણા તરફ જતાં રોડ તરફ આવેલ મિલકેરા ડેરીથી થોડેક દૂરથી 14 ભેંસોને કતલખાને લઇ જતાં 2 ઇસમોને ઝડપી પાડ્યા છે.