ઘટના@સુરત: યુવકનુ અપહરણ થતાં 1 કરોડ આપ્યાં, પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરત શહેરના એક યુવાનનુ જીમ જતાં રસ્તામાં જ અપહરણ કરાયુ હતુ. અપહરણ કરનાર શખ્શો યુવકના પિતા પાસે 3 કરોડની માંગ કરી હતી. પિતાઓ આ મામલે તુંરત પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ટેક્નીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. પિતાએ અપહરણકર્તાઓને 1 કરોડ ચુકવી પોતાનો દિકરો પાછો લીધો
 
ઘટના@સુરત: યુવકનુ અપહરણ થતાં 1 કરોડ આપ્યાં, પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત શહેરના એક યુવાનનુ જીમ જતાં રસ્તામાં જ અપહરણ કરાયુ હતુ. અપહરણ કરનાર શખ્શો યુવકના પિતા પાસે 3 કરોડની માંગ કરી હતી. પિતાઓ આ મામલે તુંરત પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ટેક્નીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. પિતાએ અપહરણકર્તાઓને 1 કરોડ ચુકવી પોતાનો દિકરો પાછો લીધો હોવાનુ સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત શહેરના ઘોડદોડ રોડ પર કરીમાબાદ સોસાયટીમાં રહેતા બેગના વેપારી યુવકનુ ગુરૂવારે સવારે જીમમાં જતી વખતે ઘર નજીકથી 4 ગુનેગારોએ અપહરણ કરી લીધુ હતુ. ત્યાર બાદ અપહરણકારીઓએ યુવકના પિતાને ફોન કરી ખંડણી પેટે 3 કરોડ માંગ્યા હતા. આ મામેલે યુવકના પિતા અનવરભાઈએ સમગ્ર ઘટનાની જાણ ઉમરા પોલીસે કરતાં, પોલીસે ટેક્નીકલ સર્વેલન્સનાં આધારે અપહરણકારોને ઝડપી લેવા માટેની ગતિવિધિ શરૂ કરી હતી. જેમાં ગઈકાલે અપહરણકર્તાઓ યુવકને કામરેજ ચાર રસ્તા ખાતે છોડીને જતા રહ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગઈકાલ રાત્રે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભરૂચ ટોલકાના પાસેથી 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય આરોપીની પુછપરછ શરૂ કરતા ભરવાડ અને મુસ્લિમ યુવકોની 10 ઇસમોની ગેંગ હોવાનું સામે આવ્યું હતુ. ઝડપાયેલ આરોપી પાસેથી 2 પિસ્ટોલ પણ બરામદ કરી હતી. આરોપીઓ છેલ્લા 15 દિવસથી યુવકનુ અપહરણ કરવા રેંકી કરી રહ્યાનુ પણ સામે આવ્યુ હતુ.