ઘટના@સુરત: 15 વર્ષની કિશોરી અને 19 વર્ષના છોકરાએ પ્રેમાંધ બની આપઘાત કર્યો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતમાં પ્રેમીપંખીડાની આત્મહત્યાનો કિસ્સો સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ડીંડોલી વિસ્તારના આ પ્રેમીપંખીડાએ પોતાના જીવનનો અંત આણી લેતા બંને પરિવારો પર આભ તૂટી પડ્યું છે. ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા આ બંને પ્રેમી પંખીડાઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ પ્રેમ સંબંધમાં નાસીપાસ થઈ ગયેલા બંને
 
ઘટના@સુરત: 15 વર્ષની કિશોરી અને 19 વર્ષના છોકરાએ પ્રેમાંધ બની આપઘાત કર્યો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતમાં પ્રેમીપંખીડાની આત્મહત્યાનો કિસ્સો સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ડીંડોલી વિસ્તારના આ પ્રેમીપંખીડાએ પોતાના જીવનનો અંત આણી લેતા બંને પરિવારો પર આભ તૂટી પડ્યું છે. ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા આ બંને પ્રેમી પંખીડાઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ પ્રેમ સંબંધમાં નાસીપાસ થઈ ગયેલા બંને ડિંડોલીના એકલેરા ગામડામાં આવેલ ચીકુવાડીમાં જઈ આપઘાત કરી લેતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ડિંડોલીના સનીયા ગામથી ઈકલેરા ગામ તરફ આવેલ ચીકુવાડીમાં બે પ્રેમી-પંખીડાઓની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઇ ડીંડોલી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

સમગ્ર મામલે ડીંડોલી પોલીસે જણાવ્યુ હતુ કે, ડીંડોલીના સનીયા ગામમાં રહેતો 19 વર્ષીય તેજસભાઈ રાઠોડ અને સચિન પોલીસ મથકની હદમાં રહેતી 15 વર્ષની સગીર વયની કિશોરી વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો. બંને પ્રેમી-પંખીડાઓ એક દિવસ અગાઉ પોત-પોતાના ઘરેથી બપોરના સમય દરમ્યાન નીકળી ગયા હતા. જે બાદ બીજા દિવસે સાંજના સમય ડીંડોલીના સનીયાથી ઈકલેરા ગામ તરફ આવેલ નહેરની બાજુમાં આવેલી ચીકુવાડીમાંથી લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી.

આ અંગે મૃતક યુવકના પિતા સુરેશ રાઠોડે જણાવ્યું હતું કે, મંગળવારના રોજ તેજસ પોતાની માતા પાસેથી 50 રૂપિયા લઈ ફરવા જવાનું કહી નીકળ્યો હતો. જ્યાં બાદ બુધવારના રોજ પુત્રના મોતના સમાચાર મળ્યા. તેના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, કોઈક યુવતીને તે પ્રેમ કરે છે. જોકે અમને આ બાબતની જાણ નહોતી. હાલ ડીંડોલી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાથે જ બંનેના પરિવારજનોના નિવેદન નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.