બનાવ@સુરત: હપ્તો આપવાની ના પાડતા પિતા-પુત્ર પર જીવલેણ હુમલો

અટલ સમાચાર, ડેસ્ક સુરતના વરિયાવી બજાર પાસે મદારીવાડમાં રહેતા 50 વર્ષીય અબ્દુલ કરીમ અબ્દુલ કાદર શેખ સૈયદપુરામાં મનહર કોમ્પ્લેક્સ નીચે અમર જમ્પર નામની દુકાન ચલાવે છે. બુધવારે બપોરે તેઓ દુકાન પર હાજર હતા તે વખતે આરોપી મિસબુદ્દીન ઉર્ફે બબલુ સજ્જુબાપુ કાદરી, ફૈયાઝ સજ્જુબાપુ કાદરી અને ગફ્ફાર બંગાળી નામના ત્રણ ઈસમો તેઓની દુકાને આવ્યા હતા. અટલ
 
બનાવ@સુરત: હપ્તો આપવાની ના પાડતા પિતા-પુત્ર પર જીવલેણ હુમલો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના વરિયાવી બજાર પાસે મદારીવાડમાં રહેતા 50 વર્ષીય અબ્દુલ કરીમ અબ્દુલ કાદર શેખ સૈયદપુરામાં મનહર કોમ્પ્લેક્સ નીચે અમર જમ્પર નામની દુકાન ચલાવે છે. બુધવારે બપોરે તેઓ દુકાન પર હાજર હતા તે વખતે આરોપી મિસબુદ્દીન ઉર્ફે બબલુ સજ્જુબાપુ કાદરી, ફૈયાઝ સજ્જુબાપુ કાદરી અને ગફ્ફાર બંગાળી નામના ત્રણ ઈસમો તેઓની દુકાને આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમિયાન આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે, ‘આજુબાજુવાળા બધા હપ્તો આપે છે. તારે હપ્તો આપવો છે કે નહીં?’ તેમ કહીને ગાળો ભાંડી હતી. અબ્દુલે હપ્તો આપવાની ના પાડતા મુસબુદ્દીન ઉશ્કેરાઈ ગયો અને ‘તને પતાવી દેવો છે’ એમ કહીને બેઝબોલના દંડાથી માર માર્યો હતો. અબ્દુલને બચાવવા તેનો દીકરો મોહમદ નઈમ વચ્ચે આવતા નઇમને પણ માર માર્યો હતો. ઉપરાંત ગફાર બંગાળીએ રેમ્બો છરો બતાવીને ‘દસ હજારનો હપ્તો નહીં આપે તો જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી.

આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી હુમલામાં ઘાયલ થયેલા પિતા-પુત્રને સ્થાનિક લોકોએ સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાને લઈને લાલગેટ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.