ઘટના@સુરતઃ પિતાએ સાઇકલ ચલાવવાની ના પાડતાં, પુત્રને લાગી આવતાં આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં એક 10માં ધોરણના વિદ્યાર્થીએ પિતાના ઠપકા બાદ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ખૂબ સામાન્ય બાબતમાં આ તરૂણે આપઘાત કરી લેતા માતાપિતાની દુનિયા લૂંટાઈ ગઈ છે. મૃતક બાળક માતાપિતાનું એક માત્ર સંતાન હતું અને આ સ્થિતિમાં જે ઘટના ઘટી તે કાળજું ચીરી નાખે એવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ઘટના@સુરતઃ પિતાએ સાઇકલ ચલાવવાની ના પાડતાં, પુત્રને લાગી આવતાં આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં એક 10માં ધોરણના વિદ્યાર્થીએ પિતાના ઠપકા બાદ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ખૂબ સામાન્ય બાબતમાં આ તરૂણે આપઘાત કરી લેતા માતાપિતાની દુનિયા લૂંટાઈ ગઈ છે. મૃતક બાળક માતાપિતાનું એક માત્ર સંતાન હતું અને આ સ્થિતિમાં જે ઘટના ઘટી તે કાળજું ચીરી નાખે એવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં ઝુનઝુનવાલા પરિવાર રહે છે. આ પરિવારને સંતાનમાં એક માત્ર પુત્ર હતો. વિકાસ ઝુનઝુનવાલાનો દીકરો તનુષ 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. જોકે, ગતરોજ સવારે તે સાયકલ ચલાવવા માટે પોતાના મિત્રો સાથે ગયો હતો. આ ઘટના પરિવાર માટે જીવલેણ સાબિત થઈ છે. તનુષ પરત આવ્યો ત્યારબાદ પિતાએ તેને આ બાબતે ઠપકો આપ્યો હતો અને સાયકલ ચલાવવા જવાની ના પાડી હતી. જોકે, પુત્રને પિતાનો આ ઠપકો એવો લાગી આવ્યો હતો કે તેણે ઘરમાં બપોરે પોતાના રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારે તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કર્યો હતો પરતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉમરા પોલીસ સિવિલ હૉસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પિતાએ સાઇકલ ચલાવવા માટે આપેલો ઠપકો જીવલેણ સાબિત થયો હોવાનું સામે આવ્યું છે. મોબાઇલ અને ઇન્ટરનેટની દુનિયામાં રચ્યા પચ્યા રહેતા કિશોર અને કિશોરીઓના માતાપિતા માટે આ ઘટના ચેતવણી સમાન છે. આ કારણોસર બાળકોમાં સહનશીલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઘટનામાં અન્ય કોઈ કારણ પણ હતું કે કેમ તે તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.