ઘટના@સુરત: નવ નિર્મિત બિલ્ડીંગના વીજ મીટર બોક્ષમાં આગથી અફરાતફરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતના પલસાણામાં આજે અચાનક એક નવનિર્મિત બિલ્ડીંગમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારે બિલ્ડીંગના વીજ મીટર બોક્ષમાં આગની ઘટનાની અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે વીજ બોક્ષમાં શોર્ટસર્કિટ કારણે આગ લાગી હતી અને જેમાં 40 જેટલા મીટર બળીને ખાખ થયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
ઘટના@સુરત: નવ નિર્મિત બિલ્ડીંગના વીજ મીટર બોક્ષમાં આગથી અફરાતફરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતના પલસાણામાં આજે અચાનક એક નવનિર્મિત બિલ્ડીંગમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારે બિલ્ડીંગના વીજ મીટર બોક્ષમાં આગની ઘટનાની અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે વીજ બોક્ષમાં શોર્ટસર્કિટ કારણે આગ લાગી હતી અને જેમાં 40 જેટલા મીટર બળીને ખાખ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં અવારનવાર બની રહેલી આગની ઘટનાઓ બાદ આજે વધુ એક આગ લાગી છે. સુરતના પલસાણામાં આવેલા જોળવા ગામમાં બની રહેલી નવ નિર્મિત બિલ્ડીંગના વીજ મીટર બોક્ષમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, વીજ બોક્ષમાં શોર્ટસર્કિટ કારણે આગ લાગી હતી અને જેમાં 40 જેટલા મીટર બળીને ખાખ થયા છે. આગ લાગવાની જાન પલસાણા PEPL ના ફાયરબિગ્રેડને થતા તેઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ હોવાના સમાચાર મળ્યા નથી.