બનાવ@સુરતઃ કાપડના કારખાનામાં ભીષણ આગ, ફાયરનો 1 કર્મચારી ગંભીર રીતે ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક સુરતના ભાવની સર્કલ પાસે આવેલી શ્રી લબ્ધી પ્રિન્ટ નામના કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. જોકે, ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને આગને કાબુમાં લેવા માટે 10થી વધારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ મીલના પહેલા અને બીજા માળે એમ કુલ 125થી વધારે કર્મચારીઓ
 
બનાવ@સુરતઃ કાપડના કારખાનામાં ભીષણ આગ, ફાયરનો 1 કર્મચારી ગંભીર રીતે ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ભાવની સર્કલ પાસે આવેલી શ્રી લબ્ધી પ્રિન્ટ નામના કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. જોકે, ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને આગને કાબુમાં લેવા માટે 10થી વધારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ મીલના પહેલા અને બીજા માળે એમ કુલ 125થી વધારે કર્મચારીઓ ફસાયા હતા. જેમનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા હતા. ફાયર વિભાગની ટીમો આગ ઉપર કાબુમાં લેવા માટે ભારે મહેનત કરી રહી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં ભાવની સર્કલ પાસે આવેલા શ્રી લબ્ધી પ્રિન્ટ નામના કાપડાના કારખાનામાં આજે શુક્રવારે સવારના સમયે નીચેના માળે કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગ બીજા માળે પણ ફેલાઈ હતી. આમ આગમાં કારખાનામાં કામ કરતા 125થી વધારે કર્મચારીઓ ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગની વિકરાળતા જોઈને વધારે ફાયરની ગાડીઓ બોલાવામાં આવી હતી. આ ઉપરાંત આ ઉપર કાબુ મેળવવા અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મને પણ બોલાવવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે આગ ઉપર કાબૂ મળવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગનો એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ કર્મચારીનું ઓપરેશન કરવામાં આવે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે કાપડના કારખાનામાં જવા માટે એક ગેટ હતો જેના કારણે ફાયરના કર્મચારીઓને કારખાના પાછળ આવેલી રેસિડેન્સીની દિવાલ તોડીને ફાયરની ગાડીઓને રસ્તો કરી આપવાની ફરજ પડી હતી.