ઘટના@સુરત: પરિણીત યુવકને નાનાભાઇની પત્નિ સાથે થયો પ્રેમ, બંને ભાગી ગયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતમાં પરિણીત યુવક પોતાના જ નાનાભાઇની પત્નિ સાથે ભાગી જતાં ચકચાર મચી ગઇ છે. બંને વચ્ચે પ્રેમ થઈ જતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા. જેમાં મોટોભાઈ પોતાની પત્નીને અને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મુકાયાની ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. ત્યારબાદ પરિવારજનોએ બંન્નેને શોધ્યા હતા. પરંતુ મૈત્રી કરાર
 
ઘટના@સુરત: પરિણીત યુવકને નાનાભાઇની પત્નિ સાથે થયો પ્રેમ, બંને ભાગી ગયા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતમાં પરિણીત યુવક પોતાના જ નાનાભાઇની પત્નિ સાથે ભાગી જતાં ચકચાર મચી ગઇ છે. બંને વચ્ચે પ્રેમ થઈ જતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા. જેમાં મોટોભાઈ પોતાની પત્નીને અને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મુકાયાની ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. ત્યારબાદ પરિવારજનોએ બંન્નેને શોધ્યા હતા. પરંતુ મૈત્રી કરાર કરી લીધો હોવાથી કોઈ કઈ કરી શક્યા ન હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પુણા વિસ્તારમાં મોટોભાઇ પોતાના જ નાનાભાઇની પત્નિ સાથે ભાગી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બાદમાં મોટાભાઈના પત્નીએ સુરત પુણા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરીયાદી પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ મને વારંવાર મારતા હતા. સાથે જ જુગાર પણ રમતા અને રમાડતા હતા. ને ચોરી છુપે દારૂ પણ વેચતા હતા. જોકે મહિલાની વાત પોલીસે પણ ધ્યાને નહિ લેતા બાદમાં તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી હતી. ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા આખરે તેમને પત્રકારોનો સહારો લઇ ન્યાયની માંગણી કરી હતી.