બનાવ@સુરતઃ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દેતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક બનાવો સામે આવતાં રહે છે તેવામાં સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં યુવકે બ્રિજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દેતાં ચકચાર મચી ગઈ છે. મોટા વરાછા સ્થિત સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી છે. મોતની છલાંગ લગાવનાર યુવકની ગાડીમાંથી ઝેરની બોટલ મળી આવી છે. અટલ સમાચાર
 
બનાવ@સુરતઃ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દેતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અનેક બનાવો સામે આવતાં રહે છે તેવામાં સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં યુવકે બ્રિજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દેતાં ચકચાર મચી ગઈ છે. મોટા વરાછા સ્થિત સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી છે. મોતની છલાંગ લગાવનાર યુવકની ગાડીમાંથી ઝેરની બોટલ મળી આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના સંકટમાં લોકોની આર્થિક પરિસ્થિતી દયનીય બની જવા પામી છે. તેવામાં અનેક લોકો આપઘાત તરફ વળ્યા છે. અઆ સાથે આજે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં યુવકના મોતની છલાંગ લાગવાનું કારણ અકબંધ છે. યુવક અંદાજે 35થી 40 વર્ષની ઉંમરનો હોવાનું અનુમાન છે. છેલ્લા બે કલાકથી યુવાનને શોધવાની કામગીરી ફાયરના અધિકારી દ્વારા કરવામાં આવી છે. ફાયર વિભાગે યુવાનને શોધવાની કામગીરી હાથ ધરી છે.