ઘટના@સુરત: રેલવે ટ્રેક નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવતી મળી, દુષ્કર્મની આશંકા

અટલ સમાચાર, ડેસ્ક સુરત ખાતેથી એક અજાણી યુવતી બેભાન હાલતમાંથી મળી આવી છે. યુવતીના શરીર પર ઈજાના અનેક નિશાન છે. યુવતીના પગમાં ફ્રેક્ચર હોવાની સાથે સાથે તેના મોઢાના તમામ દાંત તૂટી ગયાનું ડૉક્ટરોનું કહેવું છે. ગંગાધરાના ગાંગધર રેલવે ફાટક નજીક ઝાડીમાં એક યુવતી પડી હોવાની માહિતી મળ્યા બાદ યુવતીને 108ની મદદથી સારવાર માટે નવી સિવિલ
 
ઘટના@સુરત: રેલવે ટ્રેક નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવતી મળી, દુષ્કર્મની આશંકા

અટલ સમાચાર, ડેસ્ક

સુરત ખાતેથી એક અજાણી યુવતી બેભાન હાલતમાંથી મળી આવી છે. યુવતીના શરીર પર ઈજાના અનેક નિશાન છે. યુવતીના પગમાં ફ્રેક્ચર હોવાની સાથે સાથે તેના મોઢાના તમામ દાંત તૂટી ગયાનું ડૉક્ટરોનું કહેવું છે. ગંગાધરાના ગાંગધર રેલવે ફાટક નજીક ઝાડીમાં એક યુવતી પડી હોવાની માહિતી મળ્યા બાદ યુવતીને 108ની મદદથી સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. યુવતીના શરીર અને ગુપ્તભાગે ઇજાના નિશાન હોવાથી યુવતી સાથે હેવાનિયત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ પોલીસે અકસ્માતે મોત થયાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે ટ્રેક ઝાંડીમાં એક યુવતી પડી હોવાની માહિતી મળી હતી. જે બાદમાં રેલવે પોલીસ અને પલસાણા પોલીસ પણ સિવિલ હૉસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. યુવતીની હાલત જોતા તેની સાથે કંઈક અજુગતું બન્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવતીને સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બીજી તરફ એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે યુવતી અસ્થિર મગજની છે. ડૉક્ટરોના કહેવા પ્રમાણે યુવતીનો પગ તૂટી ગયો છે. મોઢામાં રહેલા દાંત તૂટી ગયા છે. આ ઉપરાંત યુવતીના ગુપ્તભાગે તેમજ આખા શરીરમાં ઈજાના નિશાન છે.

 

બીજી તરફ પોલીસ યુવતી ટ્રેનની અડફેટે આવી ગઈ હોવાની થિયરી પર પણ તપાસ કરી રહી છે. જોકે, વ્યક્તિ ટ્રેનની અડફેટે આવે તો સામાન્ય રીતે માથામાં ઈજા જોવા મળતી હોય છે. ઝાડીમાં આવી હાલતમાં યુવતી મળી આવ્યા બાદ ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશના હાથરસ જેવો બનાવ બન્યો હોવાની આશંકા ઊભી થઈ છે. જોકે, સમગ્ર કેસમાં પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે. યુવતીને હૉસ્પિટલમાં ખસેડનાર 108ના સ્ટાફનું કહેવું છે કે, યુવતી મળી આવી હતી ત્યારે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતી. આ ઉપરાંત તેના હાથ-પગમાં ફ્રેક્ચર હોવાનું લાગી રહ્યું હતું. તેના ગુપ્તભાગે પણ ઈજાના નિશાન હતા. યુવતીને પ્રાથમિક સારવાર બાદ નવી સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવતીને કોઈએ હવસનો શિકાર બનાવીને રેલવે ટ્રેક નજીક ઝાડીમાં ફેંકી દીધી હોઈ શકે છે.

બીજી ડૉક્ટરોનું માનવું છે કે યુવતી માનસિક રીતે અસ્થિર છે. સિવિલ ડૉક્ટરોના કહેવા પ્રમાણે મહિલાના શરીરમાં અનેક ઈજા હતી. આ ઉપરાંત ગુપ્તભાગેથી લોહી નીકળી રહ્યું હતું. એટલે એવી આશંકા છે કે મહિલાને દુષ્કર્મ બાદ ફેંકી દેવામાં આવી હોઈ શકે છે. આ સાથે જ યુવતી માનસિક બીમાર હોય તેવું પણ લાગી રહ્યું છે.