ઘટના@સુરત: બાઇકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ

અટલ સમાચાર,ડેસ્ક સુરતના વરછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે આવેલ શોપિંગ મોલ નજીક પાર્ક કરેલ બાઇકમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગને લઇને સમગ્ર વિસ્તારમાં ડર ના માહોલ સાથે અફડાતફડી મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ
 
ઘટના@સુરત: બાઇકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ

અટલ સમાચાર,ડેસ્ક

સુરતના વરછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે આવેલ શોપિંગ મોલ નજીક પાર્ક કરેલ બાઇકમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગને લઇને સમગ્ર વિસ્તારમાં ડર ના માહોલ સાથે અફડાતફડી મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ પાસે આજે બપોરના સમયેપાર્ક કરેલ બાઇકમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ પેદા થયો હતો. સર્કલ પરથી પસાર થતાં વાહનો થંભી ગયા હતાં. અગમ્ય કારણોસર બાઈકમાં લાગેલી આગ પર સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે બાઈક બળીને ખાક થઈ ગઈ હતી. શોપિંગ સેન્ટરની મોટર ચાલુ કરી બાઇક પર પાણીનો મારો ચલાવ્યો હતો. જેથી આગ કાબુમાં આવી ગઈ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એન્જિન અને સીટના ભાગ આગની ઝપેટમાં આવી ગયા હતાં. આગના પગલે આસપાસના લોકોએ પોતાના વાહનો થંભાવી દઈને ડરના માર્યા ઉભા રહી ગયા હતાં. આ બાઈક બળીને ખાક થઈ ગયું છે. સદનસીબે આસપાસના અન્ય વાહનોમાં આગ પ્રસરી ન હતી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.