ઘટના@સુરતઃ રૂમ પાર્ટનરની હત્યા કરી ફરાર ઇસમની 21 વર્ષે ધરપકડ, આ રીતે ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક સુરતના ઉધના વિસ્તરમાં 1999 ના સાલમાં ઉધના ખત્રીનગર ઝૂપડપટ્ટીમાં મિત્ર રામનરેશ મજહરાજદીન વર્મા સાથે રહેતો હતો અને તેની સાથે ડાઈંગ મિલમાં નોકરી કરતો હતો. મુનેશ્વર ઉર્ફે મનીષ રામજીયાવન વર્મા સાથે રહેતા હોવાની ઘરખર્ચ બંનેવ લોકો ઉપાડતા હતા. એકજ રૂમમાં રહેવા સાથે રૂમમાં રહેવા અને જમવાનો ખર્ચ થતો તેના અંતે બે ભાગ કરતા
 
ઘટના@સુરતઃ રૂમ પાર્ટનરની હત્યા કરી ફરાર ઇસમની 21 વર્ષે ધરપકડ, આ રીતે ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ઉધના વિસ્તરમાં 1999 ના સાલમાં ઉધના ખત્રીનગર ઝૂપડપટ્ટીમાં મિત્ર રામનરેશ મજહરાજદીન વર્મા સાથે રહેતો હતો અને તેની સાથે ડાઈંગ મિલમાં નોકરી કરતો હતો. મુનેશ્વર ઉર્ફે મનીષ રામજીયાવન વર્મા સાથે રહેતા હોવાની ઘરખર્ચ બંનેવ લોકો ઉપાડતા હતા. એકજ રૂમમાં રહેવા સાથે રૂમમાં રહેવા અને જમવાનો ખર્ચ થતો તેના અંતે બે ભાગ કરતા હતા. કેટલાક સમયથી રામ નરેશ રૂપિયા આપવામાં આળાઈ કરતો હતો. જેને લઈને આવેશમાં આવેલા મુનેશ્વર એક દિવસ શાકભાજી સમારવાના ચપ્પુ વડે રામનરેશને ગળાના ભાગે, છાતીના ભાગે અને પેટના ભાગે ઘા ઝીંક્યા હતા. પેટમાં ઘા ઝીંકતા રામનરેશના આંતરડા પણ બહાર આવી ગયા હતા. રામનરેશની હત્યા કરી તે લાશ ઉપર ગોદડી ઓઢાળી ફરાર થઈ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જોકે, પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી શોધખોળ શરૂ કરી હતી પણ પોલીસને સફળતા મળી ન હતી. કારણ કે, આરોપી ફરાર થઇ ગયો હતો પણ આ હત્યાનો આરોપી સુરતના ડિંડોલી વિસ્તારમાં આવાનો છે તેવી જાણકારી મળતા સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ઈસમની આ ઘટના બન્યાના 21 વર્ષ પછી ધરપકડ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પકડાયેલા આરોપીએ પોલીસને જાણકારી આપી હતી કે, મુનેશ્વરે મિત્રની ઘાતકી હત્યા કરી પહેલા કડોદરા ગયો હતો અને ત્યાંથી યુ.પી. જઈ 15-20 દિવસ રોકાઈ ફરી કડોદરા આવ્યો હતો. થોડા દિવસો સુધી કડોદરા અને યુ.પી. વચ્ચે અવરજવર કરી બાદમાં 10 વર્ષ અગાઉ તે કડોદરામાં સ્થાયી થયો હતો. કડોદરામાં પણ ડાઈંગ મિલમાં નોકરી કરતા મુનેશ્વરે પોતાનો ભૂતકાળ છુપાવી સંસાર પણ માંડયો હતો. હાલ આ આરોપીને 10 વર્ષના પુત્ર અને 7 વર્ષની પુત્રીનો પિતા છે. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરતા તેનો પરિવાર પણ એક સમયે ચોંકી ઉઠ્યો હતો. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.